કોરોનાના મુદ્દે ફરી એક વાર WHO એ કેમ આપી ચેતવણી
ચીન અને હોંગકોંગ સહિતના દેશોમાં ફરી એક વાર કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંગઠને ઘણા દેશોએ કોરોનાના પ્રતિબંધોમાં આપેલી છૂટછાટ આપવા સંદર્ભે નારાજગી પ્રગટ કરી છે. વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું હતું કે રાષ્ટ્રોએ કોરોના વાયરસ સામે જાગૃત રહેવું જોઇએ. ચીનમાં તો લોકડાઉન લગાવવામાં આવ્યું છે. કોરોનના પ્રતિબંધોમાં અપાયેલી છૂટછાટથી સાવધ રહેવા અને આ છૂટ ભારે પડશે તà
Advertisement
ચીન અને હોંગકોંગ સહિતના દેશોમાં ફરી એક વાર કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંગઠને ઘણા દેશોએ કોરોનાના પ્રતિબંધોમાં આપેલી છૂટછાટ આપવા સંદર્ભે નારાજગી પ્રગટ કરી છે. વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું હતું કે રાષ્ટ્રોએ કોરોના વાયરસ સામે જાગૃત રહેવું જોઇએ. ચીનમાં તો લોકડાઉન લગાવવામાં આવ્યું છે. કોરોનના પ્રતિબંધોમાં અપાયેલી છૂટછાટથી સાવધ રહેવા અને આ છૂટ ભારે પડશે તેમ પણ જણાવ્યું હતું.
હાલ ભારત સહિત ઘણા દેશોમાં કોરોનાના કેસ ઓછા થઇ ગયા છે જેના પગલે સરકારોએ કોરોનાના પ્રતિબંધો હળવા કર્યા છે. કોરોનાના કેસ ઓછા થવાના કારણે લોકો પણ અગાઉની જેમ જ જીવન જીવવા માંડયા છે. તહેવારોની પણ રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે અને મોટા ભાગે કયાંય પણ કોરોનાના નિયમોનું પાલન કરાતું હોય તેવું જોવા મળતું નથી ત્યારે વિશ્વ આરોગ્ય સંગઠને ચેતવણી આપી છે.
વિશ્વ આરોગ્ય સંગઠને જણાવ્યું હતુંકે વિશ્વનમાં કોરોના કેસ વધવા પાછળ અનેક કારણો જવાબદાર છે તેમાં ઓમિક્રોન અને બીએ-2 સામેલ છે. તેમણે કહ્યું હતું કે કોરોનાના કેસ જે જોઇ રહ્યા છે તે તો હજું શરુઆત છે. રસીકરણ ઓછું હોવાના કારમે કેટલાક દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.
કોરાના કેસોમાં સૌથી મોટો ઉછાળો પશ્ચિમ પેસિફીક ક્ષેત્રમાં થયો હતો, જેમાં દક્ષિણ કોરીયા અને ચીનનો સમાવેશ થાય છે. જયાં કેસોમાં 25 ટકાનો વધારો થયો હતો અને મૃત્યુના દરમાં 27 ટકાનો ઉછાળો થયો હતો. યુરોપના દેશોમાં પણ 2 ટકાનો વધારો થયો હતો પણ મૃત્યુના કેસમાં વધારો થયો ન હતો. ઓસ્ટ્રિયા, સ્વીત્ઝર્લેન્ડ, નેધરલેન્ડ અને યુરોપ તથ યુકેમાં કોરોનાની બીજી લહેર આવી છે અને કોરોનાના કેસ વધી હ્યા છે.


