ચોમાસા પહેલા રસ્તાઓનું રીપેરીંગ કેમ ન કરાયું : Gujarat High Court
Gujarat High Court : ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ શહેરના રસ્તાઓની ખરાબ હાલત, ખાડાઓ, અકસ્માતો અને ટ્રાફિક સમસ્યાઓને લઈને સુઓમોટો સુનાવણી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને રાજ્ય સરકારને તીખા સવાલો કર્યા. કોર્ટે પૂછ્યું કે ચોમાસા પહેલા રસ્તાઓનું રીપેરીંગ કેમ ન કરાયું અને ચોમાસા દરમિયાન પણ રસ્તાઓ ખોદાયેલા કેમ જોવા મળે છે.
Advertisement
Gujarat High Court : ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ શહેરના રસ્તાઓની ખરાબ હાલત, ખાડાઓ, અકસ્માતો અને ટ્રાફિક સમસ્યાઓને લઈને સુઓમોટો સુનાવણી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને રાજ્ય સરકારને તીખા સવાલો કર્યા. કોર્ટે પૂછ્યું કે ચોમાસા પહેલા રસ્તાઓનું રીપેરીંગ કેમ ન કરાયું અને ચોમાસા દરમિયાન પણ રસ્તાઓ ખોદાયેલા કેમ જોવા મળે છે. કોર્ટે AMC ને રસ્તાઓની જાળવણી અને ડ્રેનેજ સિસ્ટમની નિષ્ફળતા અંગે નીતિ સ્પષ્ટ કરવા જણાવ્યું, સાથે જ રસ્તાઓની ડિઝાઇન, ગુણવત્તા અને પાણીના નિકાલના પરિમાણો વિશે છેલ્લા 3 વર્ષનો ડેટા માંગ્યો. આ સુનાવણી દરમિયાન ન્યાયાધીશોએ ટ્રાફિક નિયમોના અમલ, ખાડાઓને કારણે થતા અકસ્માતો અને શહેરના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખામીઓ પર ચિંતા વ્યક્ત કરી, જેના કારણે નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
Advertisement


