Wife Turns Murderer : બિહારના ઔરંગાબાદમાં સંબંધો તાર-તાર!
Murder Mystery : બિહારના નબીનગરના બડવાન ગામમાં રહેતો પ્રિયાંશુ બનારસથી પરત આવી રહ્યો હતો.ગામના બે લોકો તેને બાઈક પર લેવા ગયા હતા.બે યુવક સાથે બાઈક પર પ્રિયાંશુ નબીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના લેમ્બોછાપ ગામ પાસે પહોંચ્યો હતો.ત્યાં બાઈક લઈ અન્ય બે...
11:55 PM Jul 04, 2025 IST
|
Hiren Dave
Murder Mystery : બિહારના નબીનગરના બડવાન ગામમાં રહેતો પ્રિયાંશુ બનારસથી પરત આવી રહ્યો હતો.ગામના બે લોકો તેને બાઈક પર લેવા ગયા હતા.બે યુવક સાથે બાઈક પર પ્રિયાંશુ નબીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના લેમ્બોછાપ ગામ પાસે પહોંચ્યો હતો.ત્યાં બાઈક લઈ અન્ય બે શખ્સ આવ્યા. પ્રિયાંશુ પર ચાર રાઉન્ડ ફાયરિંગ (murder for love)કરી ફરાર થઈ ગયા. લોહી લુહાણ હાલતમાં પ્રિયાંશુને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. પરંતુ, સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું. ઘટનાની જાણ થતા એસપીના નિર્દેશ અનુસાર SITની ટીમ બનાવવામાં આવી. પ્રિયાંશુને બાઈક પર લેવા ગયેલા બે યુવકની પૂછપરછ કરી પણ આ હત્યામાં તેમની કોઈ સંડોવણી હોવાનું બહાર ન આવ્યું..જેથી, પોલીસે પ્રિયાંશુનો મોબાઈલ તપાસ્યો. હત્યા પહેલા પ્રિયાંશુની તેની પત્ની ગુંજા સાથે વાતચીત થયાનો ખુલાસો થયો.
Next Article