ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શું લગ્ન બાદ આલિયા તેની સરનેમ બદલશે? ક્યાં છે ભટ્ટ ફેમિલીનો પહેલો જમાઇ

બોલિવુડ સ્ટાર કપલ આલિયા- રણબીરના લગ્નને લઇને ફેન્સ અને બોલિવુડ આખુ રાહ જોઇ રહ્યું છે. ત્યારે આ હટકે વેડિંગની તૈયારીઓ પણ રંગેચંગે શરુ કરી દેવાઇ છે. સાથે જ ભટ્ટ્ પરિવાર દીકરીને વિદાય આપવા અને કપૂર ફેમિલીએ નવી વહુને આવકારવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. વેડીંગ સેરેમનીના આઉટ ફીટ્સ, થીમ, બેચરલ પાર્ટી, પ્રી વેડીંગ ફંક્શન બધી જ તૈયારીઓ શરુ થઇ ચૂકી છે. બોલિવૂડના લવ બર્ડ્સ રણબીર કપૂર અને આલિય
09:44 AM Apr 08, 2022 IST | Vipul Pandya
બોલિવુડ સ્ટાર કપલ આલિયા- રણબીરના લગ્નને લઇને ફેન્સ અને બોલિવુડ આખુ રાહ જોઇ રહ્યું છે. ત્યારે આ હટકે વેડિંગની તૈયારીઓ પણ રંગેચંગે શરુ કરી દેવાઇ છે. સાથે જ ભટ્ટ્ પરિવાર દીકરીને વિદાય આપવા અને કપૂર ફેમિલીએ નવી વહુને આવકારવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. વેડીંગ સેરેમનીના આઉટ ફીટ્સ, થીમ, બેચરલ પાર્ટી, પ્રી વેડીંગ ફંક્શન બધી જ તૈયારીઓ શરુ થઇ ચૂકી છે. બોલિવૂડના લવ બર્ડ્સ રણબીર કપૂર અને આલિય
બોલિવુડ સ્ટાર કપલ આલિયા- રણબીરના લગ્નને લઇને ફેન્સ અને બોલિવુડ આખુ રાહ જોઇ રહ્યું છે. ત્યારે આ હટકે વેડિંગની તૈયારીઓ પણ રંગેચંગે શરુ કરી દેવાઇ છે. સાથે જ ભટ્ટ્ પરિવાર દીકરીને વિદાય આપવા અને કપૂર ફેમિલીએ નવી વહુને આવકારવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. વેડીંગ સેરેમનીના આઉટ ફીટ્સ, થીમ, બેચરલ પાર્ટી, પ્રી વેડીંગ ફંક્શન બધી જ તૈયારીઓ શરુ થઇ ચૂકી છે. 
બોલિવૂડના લવ બર્ડ્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને લઈને દરેક જગ્યાએ ચર્ચાઓ થઈ રહી છે. બંને 13 થી 15 એપ્રિલની વચ્ચે લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર છે. આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા બાદ રણબીર કપૂર ભટ્ટ પરિવારનો જમાઈ બનશે. પરંતુ ભટ્ટ પરિવારના પહેલા જમાઈ વિશે બહુ ઓછા લોકો જાણે છેઅમે વાત કરી રહ્યા છીએ આલિયા ભટ્ટની મોટી બહેન પૂજા ભટ્ટના પૂર્વ પતિ મનીષ માખીજાની


ક્યાં છે ભટ્ટ ફેમિલિનો પહલો જમાઇ 
એક સમયે પૂજા ભટ્ટનું નામ રણવીર શૌરી, બોબી દેઓલ, ફરદીન ખાન અને અન્ય કલાકારો સાથે જોડવામાં આવતું હતું. પરંતુ તેણીને તેનો સાચો પ્રેમ મનીષ માખીજામાં મળ્યો. મનીષ માખીજા એક વીડિયો જોકી અને રેસ્ટોરન્ટના માલિક છે. આ સિવાય તે એક્ટિંગ પણ કરતો હતો. મનીષ ચેનલ V ના ધ ઉધમ સિંહ શો માટે જાણીતો છે. આ સાથે તે કેશ કેબ-મીટર ચાલુ હૈ નામના શોમાં પણ જોવા મળ્યો હતો. માખીજાએ દિલ્હીના કિરોડી મલ કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું હતું. 
પૂજા ભટ્ટ અને મનીષ માખીજા 2003માં ફિલ્મ પાપના શૂટિંગ દરમિયાન મળ્યા હતા બે મહિના સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા. પરંતુ આ સંબંધ કાયમ માટે ન હતો. બંને 11 વર્ષ સુધી સાથે રહ્યા અને પછી 2014માં અલગ થઈ ગયા. પૂજાએ મનીષથી અલગ થવાની વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, 'મેં મારી ઈચ્છા પ્રમાણે જીવવાનું પસંદ કર્યું છે. પ્રમાણપત્રો લગ્નને બનાવતા કે બગાડતા નથી. પૂજા ભટ્ટ પહેલા મનીષ માખીજાએ નેહા ગુપ્તા નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. કહેવાય છે કે બંનેને એક પુત્ર પણ છે. પૂજાથી અલગ થયા બાદ મનીષ, પુત્રને સમય આપે છે. મનીષ માખીજા છેલ્લે ફિલ્મ લવ શુભ તે ચિકન ખુરાનામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે સ્થાનિક માફિયાની ભૂમિકા ભજવી હતી.
રણબીર સાથે લગ્ન કર્યા બાદ આલિયાની જિંદગી પણ બદલાવાની છે. સવાલ એ પણ છે કે શું આલિયા લગ્ન પછી પોતાની સરનેમ ભટ્ટથી બદલીને કપૂર કરશે? રિપોર્ટ અનુસાર, રણબીર સાથે લગ્ન કર્યા બાદ આલિયા તેના નામની આગળ કપૂર લગાવશે, કારણ કે તેની સાસુ નીતુ કપૂરે પણ એવું જ કર્યું હતું.  આલિયા પહેલા કરીના અને સોનમે પણ પોતાની સરનેમબદલી છે. તેથી જો આલિયા આવું કરશે, તો તે ચાહકો માટે જરાય આઘાત જનક નહીં હોય આલિયા ભટ્ટ પોતાના નામની આગળ કપૂર લગાવવા તૈયાર છે. પરંતુ રણબીર ઈચ્છે છે કે આલિયા તેની સરનેમ ન બદલે. ફેન્સ તો ખાલી એટલું જ ઇચ્છે છે કે આલિયા તેનું નામ બદલે કે ના બદલે બસ તે બદલાવવી ન જોઇએ.  
Tags :
aliyabhattGujaratFirstmaheshbhattmanishmakijapoojabhattRanbeerkapoor
Next Article