ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ફરી વધશે પેટ્રોલ ડીઝલના ભાવ ? ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, છેલ્લા 7 સપ્તાહની ટોચે

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. યુરોપિયન યુનિયન દ્વારા રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત પર પ્રતિબંધની હિમાયત કરવામાં આવતા ક્રૂડ ઓઈલના ભાવ સાત સપ્તાહની ટોચે પહોંચી ગયા છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 115 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે, જે 28 માર્ચ પછી સૌથી વધુ છે. યુક્રેન પર રશિયાના હુમલા પછી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 2008 પછી પ્રથમ વખàª
02:38 PM May 17, 2022 IST | Vipul Pandya
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. યુરોપિયન યુનિયન દ્વારા રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત પર પ્રતિબંધની હિમાયત કરવામાં આવતા ક્રૂડ ઓઈલના ભાવ સાત સપ્તાહની ટોચે પહોંચી ગયા છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 115 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે, જે 28 માર્ચ પછી સૌથી વધુ છે. યુક્રેન પર રશિયાના હુમલા પછી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 2008 પછી પ્રથમ વખàª

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા
તેલની કિંમતોમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. યુરોપિયન યુનિયન દ્વારા રશિયામાંથી
ક્રૂડ ઓઈલની આયાત પર પ્રતિબંધની હિમાયત કરવામાં આવતા ક્રૂડ ઓઈલના ભાવ સાત સપ્તાહની
ટોચે પહોંચી ગયા છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત
115 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે, જે 28 માર્ચ પછી સૌથી વધુ છે. યુક્રેન પર રશિયાના હુમલા પછી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 2008 પછી પ્રથમ વખત પ્રતિ બેરલ $ 139 ના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી.રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત
પર પ્રતિબંધ મૂકવાની માંગને કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે

ચીનમાં કોરોનાને કારણે
લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં છૂટછાટના સમાચારને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ
વધારો થયો છે.
જો ચીનમાં લોકડાઉન હળવું
કરવામાં આવે છે
તો તે ક્રૂડ ઓઇલની માંગમાં
વધારો કરશે અને પુરવઠાના અભાવને કારણે
કિંમતોમાં વધુ વધારો જોવા મળી શકે છે.જો કે ભારત માટે આ ખરાબ
સમાચાર છે. ભારતમાં
22 માર્ચથી 6 એપ્રિલ 2022 વચ્ચે પેટ્રોલ ડીઝલ 10 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયું છે. પરંતુ જો ક્રૂડ ઓઈલની કિંમતો
વધશે તો ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે.
જેની મોંઘવારી હજુ પણ વધી શકે છે જેનાથી સામાન્ય લોકો પહેલાથી જ પરેશાન છે.

Tags :
CrudeoilpricesdieselGujaratFirstpetrolrussiaukrainewar
Next Article