Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું રાજ ઠાકરે સી.એમ શિંદેને BMC ચૂંટણીમાં ફાયદો કરાવશે ?

એક સપ્તાહમાં બીજી વખત શિંદે-રાજ ઠાકરે વચ્ચે મંત્રણા થઇ છે, શું બંનેની મુલાકાત ફળશે? મહારાષ્ટ્રમાં BMCની ચૂંટણી નજીક આવતાની સાથે જ મેલ-મીટિંગનો દોર વધુ તીવ્ર બન્યો છે. કંઇક આવું જ મંગળવારે સાંજે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેની મુલાકાત થઈ હતી. મહારાષ્ટ્રમાં BMCની ચૂંટણી નજીક આવતાની સાથે જ મેલ-મીટિંગનો દોર વધુ તીવ્ર બન્યો છે. તમને જણાવી દઈએ કે
શું રાજ ઠાકરે સી એમ શિંદેને bmc ચૂંટણીમાં ફાયદો કરાવશે
Advertisement
એક સપ્તાહમાં બીજી વખત શિંદે-રાજ ઠાકરે વચ્ચે મંત્રણા થઇ છે, શું બંનેની મુલાકાત ફળશે? મહારાષ્ટ્રમાં BMCની ચૂંટણી નજીક આવતાની સાથે જ મેલ-મીટિંગનો દોર વધુ તીવ્ર બન્યો છે. કંઇક આવું જ મંગળવારે સાંજે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેની મુલાકાત થઈ હતી. મહારાષ્ટ્રમાં BMCની ચૂંટણી નજીક આવતાની સાથે જ મેલ-મીટિંગનો દોર વધુ તીવ્ર બન્યો છે. તમને જણાવી દઈએ કે આ બંન્ને નેતાઓ વચ્ચે એક અઠવાડિયામાં આ બીજી મુલાકાત છે.
કેન્દ્રમાં અમિત શાહ
આ પહેલા 1 સપ્ટેમ્બરના રોજ એકનાથ શિંદે અને રાજ ઠાકરે વચ્ચે મુલાકાત થઈ હતી. રસપ્રદ વાત એ છે કે 1 સપ્ટેમ્બરના રોજ બંનેની મુલાકાત પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મહારાષ્ટ્ર મુલાકાતનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ અમિત શાહ મહારાષ્ટ્રથી પરત ફર્યા છે ત્યારે બંનેની મુલાકાત થઈ છે. બીજી તરફ BMCની ચૂંટણી પણ  યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, આ બેઠકોના કેન્દ્રમાં BMCની ચૂંટણી હોય તેવી શક્યતાને નકારી શકાય નહીં.
રાજકીય અટકળો તેજ બની
જો કે, આ બેઠક દરમિયાન એકનાથ શિંદે અને રાજ ઠાકરે વચ્ચે ક્યા મુદ્દે મંત્રણા થઇ તે હજુ સુધી જાહેર થયું નથી. પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બીએમસી ચૂંટણી પહેલા ગઠબંધનને લઈને વાત થઇ શકે. તમને જણાવી દઈએ કે અમિત શાહની મુલાકાત પહેલા જ્યારે શિંદે અને રાજ ઠાકરેની મુલાકાત થઈ ત્યારે રાજે તેને સૌજન્ય કોલ ગણાવ્યો હતો. જો કે અમિત શાહની મહારાષ્ટ્ર મુલાકાત બાદ તરત જ બંને ફરી મળ્યા છે ત્યારે રાજકીય અટકળો તેજ થઈ ગઈ છે.
 આ પણ વાંચો- Raj Thackeray, CM Shinde, Maharashtra,  BMC Elections, Maharashtra politics 
Tags :
Advertisement

.

×