Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું લાલ સિંહ ચઢ્ઢામાં બાબરી મસ્જિદની ઘટના મહત્વપૂર્ણ ભાગ ભજવશે ?

આમિરખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ઓગસ્ટમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રીમેક છે. અહવાલો મુજબ તેમાં બાબરી મસ્જિદની ઘટના જોવા મળશે .આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની જાહેરાત બાદથી  આ ફિલ્મ ચર્ચામાં છે. આ ફિલ્મની રિલીઝની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. આખરે આ વર્ષે 11 ઓગસ્ટે તે રિલીઝ થવા જઈ રહી છે. બાય ધ વે, બધા જાણે છે કે આ ફિલ્મ હોલીવુડની ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રીમેà
શું લાલ સિંહ ચઢ્ઢામાં બાબરી મસ્જિદની ઘટના મહત્વપૂર્ણ ભાગ ભજવશે
Advertisement
આમિરખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ઓગસ્ટમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રીમેક છે. અહવાલો મુજબ તેમાં બાબરી મસ્જિદની ઘટના જોવા મળશે .આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની જાહેરાત બાદથી  આ ફિલ્મ ચર્ચામાં છે. આ ફિલ્મની રિલીઝની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. આખરે આ વર્ષે 11 ઓગસ્ટે તે રિલીઝ થવા જઈ રહી છે. બાય ધ વે, બધા જાણે છે કે આ ફિલ્મ હોલીવુડની ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રીમેક છે. હવે તાજા સમાચાર આવી રહ્યા છે કે આ ફિલ્મમાં 1992ની બાબરી મસ્જિદની ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. ટોમ હેન્ક્સ હોલીવુડ મૂવીમાં અમેરિકાના ઈતિહાસની કેટલીક ઘટનાઓથી પ્રભાવિત હતા. તેવી જ રીતે બોલિવૂડની રિમેકમાં આમિર ખાનના જીવન પર બાબરી મસ્જિદની ઘટનાની ઊંડી અસર બતાવવામાં આવશે.
ફિલ્મમાં જોવા મળશે કોરોના?
આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહી છે. હવે બોલિવૂડ લાઈફના રિપોર્ટ અનુસાર, ફિલ્મમાં આમિર ખાન પર બાબરી મસ્જિદની ઘટના પણ જોવા મળશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટનાઓને કારણે આમિર ખાનનું પાત્ર એકદમ બદલાઈ જશે. અગાઉ એવા અહેવાલ હતા કે ભારતમાં આલેલી  કોરોના મહામારીની અસર લાલ સિંહ ચઢ્ઢામાં પણ જોવા મળશે.

 KGF 2 સાથે બોક્સ ઓફિસ ક્લેશ ટાળવા માટે ફિલ્મને  પોસ્ટપોન 
ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા 14 એપ્રિલે રિલીઝ થવાની હતી, જે હવે 11 ઓગસ્ટ 2022ના રોજ રિલીઝ થશે. એવું માનવામાં આવતું હતું કે KGF 2 સાથે બોક્સ ઓફિસ ક્લેશ ટાળવા માટે ફિલ્મને  પોસ્ટપોન કરવામાં આવી હતી. જોકે, આમિર ખાન પ્રોડક્શન તરફથી કહેવામાં આવ્યું હતું કે ફિલ્મના મહત્વના પાર્ટનું શૂટિંગ થઈ શકે તેમ નથી. ફિલ્મમાં કરીના કપૂર લીડ રોલમાં છે. તેણીએ ગર્ભાવસ્થા દરમિયાન આ ફિલ્મનું શૂટિંગ પણ કર્યું હતું. 
આમિરની માતાને આ ફિલ્મ ગમી હતી
આમિર ખાને આ ફિલ્મ અંગે તેની માતાની પ્રતિક્રિયા પણ જણાવી હતી. ફિલ્મના ગીતને પ્રમોટ કરતી વખતે, આમિર ખાને મિડીયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અમ્મી ખૂબ જ સ્પષ્ટ  અભિપ્રાય આપે છે. જ્યારે તેમને કોઇ બાબાત ગમતી નથી, ત્યારે તેઓ કહે છે, જે બનાવ્યું છે તે કાઢી નાખો. તે ખૂબ જ સાચું બોલે છે. આમિરે લાલ સિંહ ચઢ્ઢા વિશે કહ્યું હતું કે, અમ્મીને આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી. તેણે કહ્યું, આમિર, કોઈની વાત ન સાંભળો. તમારી ફિલ્મ ખૂબ સારી છે અને તમે તેને રિલીઝ કરો છો.
Tags :
Advertisement

.

×