સ્માર્ટ સિટી અમદાવાદમાં શિયાળે 'ભૂવા'રાજ! છેલ્લા 6 મહિનામાં પડ્યા એક ડઝનથી વધુ ભૂવા
- સ્માર્ટ સિટી અમદાવાદમાં શિયાળે 'ભૂવા'રાજ!
- ડાકોર જવાનો ભક્તિ માર્ગ બની ગયો 'ભૂવા' માર્ગ
- છેલ્લા છ મહિનામાં પડ્યા એક ડઝનથી વધુ ભૂવા
- મણિનગર ક્રોસિંગથી જશોદા તરફના માર્ગ પર ભૂવો
- 8 માર્ચથી આ માર્ગ પર ભક્તો પગપાળા કરશે પ્રયાણ
- ભક્તિમાર્ગ પર 'ભૂવા'રાજથી પદયાત્રીઓમાં ચિંતા
- વારંવાર પડતા ભૂવાથી સ્થાનિકોના જીવ પડીકે બંધાયા
- અમદાવાદની જનતા 'ભૂવા'તંત્ર સામે બની લાચાર
- સ્થાનિક કોર્પોરેટર કમલેશ પટેલે કર્યો લૂલો બચાવ
- "આગામી સમયમાં લોકોને ભૂવાથી રાહત મળશે"
- "15 દિવસમાં ડ્રેનેજ લાઈન રિહેબનું કામ શરૂ કરાશે"
Ahmedabad : સ્માર્ટ સિટી (Smart City) તરીકે ઓળખાતા અમદાવાદમાં શિયાળાની ઋતુમાં 'ભૂવા'નો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે ડાકોર જવાનો પવિત્ર ભક્તિમાર્ગ હવે 'ભૂવા' માર્ગ બની ગયો છે. છેલ્લા 6 મહિનામાં એક ડઝનથી વધુ ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી છે, ખાસ કરીને મણિનગર ક્રોસિંગથી જશોદા નગર તરફ જતા રસ્તા પર.
ભક્તિમાર્ગ પર 'ભૂવા'રાજથી પદયાત્રીઓમાં ચિંતા
આગામી 8 માર્ચથી ભક્તો આ માર્ગ પર પગપાળા યાત્રા શરૂ કરવાના છે, પરંતુ વારંવાર પડતા ભૂવાઓએ પદયાત્રીઓમાં ચિંતા અને સ્થાનિકોમાં અસંતોષ ફેલાવ્યો છે. આ સમસ્યાથી નાગરિકોનું જનજીવન પણ પ્રભાવિત થયું છે, જેના કારણે અમદાવાદની જનતા 'ભૂવા'તંત્ર સામે લાચાર બની છે. સ્થાનિક કોર્પોરેટર કમલેશ પટેલે લૂલો બચાવ કરતા લોકોને રાહતનું આશ્વાસન આપ્યું છે કે, આગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ આવશે અને 15 દિવસમાં ડ્રેનેજ લાઈનના સુધારણાનું કામ શરૂ થશે, પરંતુ ત્યાં સુધી નગરજનો અને ભક્તોને આ સંકટમાંથી મુક્તિની રાહ જોવી પડશે.


