જયરાજને ભવિષ્યના MLA તરીકે જોવાની ઇચ્છા : લોકગાયક બ્રિજરાજદાન ગઢવી
લોકગાયક બ્રિજરાજદાન ગઢવીએ ભાવનગર જિલ્લાના ભગુડા મોગલધામ ડાયરા કાર્યક્રમ દરમિયાન એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિવેદન આપ્યું છે.
01:51 PM May 14, 2025 IST
|
Hardik Shah
- લોકગાયક બ્રિજરાજદાન ગઢવીનું મોટું નિવેદન
- જયરાજને ભવિષ્યના MLA તરીકે જોવાની ઇચ્છા
- માયાભાઈ આહીરના પુત્ર ધારાસભ્ય બને :બ્રિજરાજદાન ગઢવી
- મોગલ મા ને હું ચારણ તરીકે વિનંતી કરું છું
- તળાજાના ધારાસભ્ય બને તેવી માતાજીને વિનંતી
- હું કોઈ પક્ષમાં નથી:બ્રિજરાજદાન ગઢવી
- અત્યારના MLAને લઈ કંઈ વાંધો પણ નથી
- ભાવનગરના ભગુડા મોગલધામ ડાયરાનો કાર્યક્રમમાં નિવેદન
લોકગાયક બ્રિજરાજદાન ગઢવીએ ભાવનગર જિલ્લાના ભગુડા મોગલધામ ડાયરા કાર્યક્રમ દરમિયાન એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ કે, તેઓ માયાભાઈ આહીરના પુત્ર જયરાજને ભવિષ્યમાં તળાજાના ધારાસભ્ય તરીકે જોવાની ઇચ્છા ધરાવે છે. બ્રિજરાજદાન ગઢવીએ ભારપૂર્વક જણાવ્યું કે, “હું કોઈપણ રાજકીય પક્ષમાં નથી, અને વર્તમાન ધારાસભ્ય સામે પણ કોઈ વાંધો નથી.” છતાં પણ તેઓ એક ચારણ તરીકે મોગલ માંને વિનંતી કરે છે કે જયરાજને તળાજાના ધારાસભ્ય તરીકે આશીર્વાદ મળે. આ નિવેદન પ્રસંગસ્થળે હાજર જનમેદનીમાં ખાસ રસ અને ચર્ચાનો વિષય બન્યું હતું. બ્રિજરાજદાન ગઢવીના આ નિવેદનથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે આ શું રાજકીય સંકેત છે કે પછી કઇંક બીજું..?
Next Article