ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

15 દિવસના નવજાત શિશુને વેચીને તે પૈસાથી માતાએ ફ્રીજ, ટીવી, કૂલર ખરીદ્યા

ખરેખર લોકોમાં લાગણીઓ મરી પરવારી છે. જેનો એક કિસ્સો તાજેતરમાં મધ્યપ્રદેશના ઇંદોરમાં નોંધાયો છે.  ઈન્દોરમાં એક માતાએ તેના 15 દિવસના નવજાત બાળકને વેચી દીધું. બાળકને વેચીને જે પૈસા મળ્યા હતા તેનાથી માતાએ ફ્રીજ, ટીવી અને વોશિંગ મશીન જેવી ઘર વફરીની વસ્તુઓ ખરીદી હતી. નવાઇની વાત એ છે કે આરોપી માતાને આ કામમાં તેના પતિએ પણ સંમતિ આપી હતી. પતિની સંમતિથી આ સોદો કર્યોમધ્યપ્રદેશના ઈન્દોરમાં માà
08:12 AM Jun 08, 2022 IST | Vipul Pandya
ખરેખર લોકોમાં લાગણીઓ મરી પરવારી છે. જેનો એક કિસ્સો તાજેતરમાં મધ્યપ્રદેશના ઇંદોરમાં નોંધાયો છે.  ઈન્દોરમાં એક માતાએ તેના 15 દિવસના નવજાત બાળકને વેચી દીધું. બાળકને વેચીને જે પૈસા મળ્યા હતા તેનાથી માતાએ ફ્રીજ, ટીવી અને વોશિંગ મશીન જેવી ઘર વફરીની વસ્તુઓ ખરીદી હતી. નવાઇની વાત એ છે કે આરોપી માતાને આ કામમાં તેના પતિએ પણ સંમતિ આપી હતી. પતિની સંમતિથી આ સોદો કર્યોમધ્યપ્રદેશના ઈન્દોરમાં માà
ખરેખર લોકોમાં લાગણીઓ મરી પરવારી છે. જેનો એક કિસ્સો તાજેતરમાં મધ્યપ્રદેશના ઇંદોરમાં નોંધાયો છે.  ઈન્દોરમાં એક માતાએ તેના 15 દિવસના નવજાત બાળકને વેચી દીધું. બાળકને વેચીને જે પૈસા મળ્યા હતા તેનાથી માતાએ ફ્રીજ, ટીવી અને વોશિંગ મશીન જેવી ઘર વફરીની વસ્તુઓ ખરીદી હતી. નવાઇની વાત એ છે કે આરોપી માતાને આ કામમાં તેના પતિએ પણ સંમતિ આપી હતી. 

પતિની સંમતિથી આ સોદો કર્યો
મધ્યપ્રદેશના ઈન્દોરમાં માતાની મમતાને શરમાવે એવો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક માતાએ પોતાના 15 દિવસના નવજાત બાળકને વેચી દીધું. બાળકને વેચીને જે પૈસા મળ્યા હતા તેનાથી માતાએ ફ્રીજ, ટીવી અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ ખરીદી હતી. આરોપી માતાએ તેના પતિની સંમતિથી આ સોદો કર્યો હતો. આ કેસમાં પોલીસે કુલ 8 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે, જેમાંથી 6ની પોલીસે ધરપકડ પણ કરી છે. 

દલાલ દ્વારા બાળકને વેચવાનું પ્લાનીંગ કર્યું
માહિતી અનુસાર, ઈન્દોરના હીરા નગર વિસ્તારમાં રહેતી શાયરા નામની મહિલાએ પોલીસને જણાવ્યું કે મારા પતિને આ બાળક કોનું છે તેના વિશે મારા પર શંકા હતી. મહિલાએ કહ્યું, 'મારા પતિ ગર્ભપાત કરાવવા માંગતા હતા, પરંતુ ગર્ભાવસ્થાનો સમય ઘણો લાંબો થઇ ગયો હતો, તેથી અમે દલાલ દ્વારા બાળકને વેચવાનું પ્લાનીંગ કર્યું અને બાળકને દેવાસના એક દંપતિને વેચી દીધું.' પોલીસે જણાવ્યું હતું કે બાળકને લીના નામની મહિલાએ ખરીદ્યું હતું. લીનાએ જણાવ્યું કે તાજેતરમાં જ તેના બે બાળકોનું મૃત્યુ થયું હતું. જે બાદ તેણે સાડા પાંચ લાખમાં આ બાળકની ખરીદી હતી.
8માંથી 6 આરોપીની ધરપકડ
પોલીસે જણાવ્યું કે બાળક વેચ્યા બાદ મળેલા પૈસાથી મહિલાએ ટીવી, ફ્રીજ, કુલર અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ ખરીદી હતી, જેને પણ પોલીસે જપ્ત કરી છે. પોલીસે કહ્યું કે, 'આ મામલાની જાણ સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી. આ કેસમાં આરોપી માતા શાયરા સહિત આઠ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમાંથી એક સગીર પણ છે. હાલમાં છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને બે  ફરાર છે. પોલીસે દાવો કર્યો છે કે ટૂંક સમયમાં ફરાર આરોપીઓને પણ પકડી લેવામાં આવશે.
Tags :
GujaratFirsthuhumantaffickingIndorepoliceMadhyaPradeshMothersoldoutherchild
Next Article