ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઉનાળાની શરૂઆતથી જ રાજ્યમાં ગરમી વધી, આગામી દિવસોમાં હિટવેવની સંભાવના

શિયાળાની ઋતુ પૂર્ણ થઇ અને તે સાથે જ ઉનાળો હવે શરૂ થઇ ગયો છે. હોળી પહેલા હવામાનનો મિજાજ બદલાયો હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હવે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ તીવ્ર બની રહ્યો છે અને હવામાન સતત બદલાઈ રહ્યું છે. ગુજરાતમાં પણ ગરમીનો પારો વધ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ સૌરાષ્ટ્રમાં હિટવેવની અસર જોવા મળી રહી છે. ઉનાળાની શરૂઆતથી જ આકાશમાંથી આગ વરસી રહી àª
08:18 AM Mar 12, 2022 IST | Vipul Pandya
શિયાળાની ઋતુ પૂર્ણ થઇ અને તે સાથે જ ઉનાળો હવે શરૂ થઇ ગયો છે. હોળી પહેલા હવામાનનો મિજાજ બદલાયો હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હવે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ તીવ્ર બની રહ્યો છે અને હવામાન સતત બદલાઈ રહ્યું છે. ગુજરાતમાં પણ ગરમીનો પારો વધ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ સૌરાષ્ટ્રમાં હિટવેવની અસર જોવા મળી રહી છે. ઉનાળાની શરૂઆતથી જ આકાશમાંથી આગ વરસી રહી àª
શિયાળાની ઋતુ પૂર્ણ થઇ અને તે સાથે જ ઉનાળો હવે શરૂ થઇ ગયો છે. હોળી પહેલા હવામાનનો મિજાજ બદલાયો હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હવે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ તીવ્ર બની રહ્યો છે અને હવામાન સતત બદલાઈ રહ્યું છે. ગુજરાતમાં પણ ગરમીનો પારો વધ્યો છે. 
માર્ચ મહિનાની શરૂઆતથી જ સૌરાષ્ટ્રમાં હિટવેવની અસર જોવા મળી રહી છે. ઉનાળાની શરૂઆતથી જ આકાશમાંથી આગ વરસી રહી છે. આજે શનિવારના રોજ રાજકોટ, પોરબંદર અને અન્ય સ્થળોએ હીટ વેવની સંભાવના છે. સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, દીવ અને કચ્છના વિવિધ ભાગોમાં હીટ વેવની સ્થિતિ ખૂબ જ સંભવ છે. હાલમાં ગુજરાતમાં હોળી પહેલા જ ગરમી પડી રહી છે. ગુજરાતમાં ઉનાળાનો પ્રથમ તબક્કો શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માર્ચમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જશે. આ વખતે ગુજરાતીઓએ માર્ચથી હિટવેવનો સામનો કરવો પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ આંશિક ગરમી અનુભવાઈ રહી હોવા છતા આગામી સપ્તાહ બાદ ગરમીનું પ્રમાણ વધશે. 10 થી 16 માર્ચ વચ્ચે અચાનક ગરમી વધી જશે. લોકોને પણ 40 ડિગ્રી ગરમીનો અનુભવ થશે. નોંધનીય છે કે તાજેતરમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજ્યના ઘણા શહેરોમાં વાદળછાયું વાતાવરણ હતું અને કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, દેશમં ક્યાંક હવે ગરમી વધી રહી છે તો કેટલાક રાજ્યોમાં હજુ પણ સવાર-સાંજ હળવી ઠંડી જોવા મળી રહી છે. તો સાથે જ મહારાષ્ટ્ર, કેરળ સહિતના કેટલાક રાજ્યોમાં વાદળછાયું આકાશને કારણે હળવો વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, લદ્દાખ અને આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, જે ધીમે ધીમે પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે, જેના કારણે IMDએ પંજાબ, હરિયાણા, બિહાર સહિત ઘણા રાજ્યોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.
Tags :
GujaratGujaratFirstHitWaveMeteorologicalDepartmentSummerWeather
Next Article