Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સરકારના આ આદેશથી લોકો ખાલી સેલમાંથી કરી શકશો કમાણી, જાણો કેવી રીતે

રિમોટ, ફોન, ઘડિયાળ કે ગાડીઓની બેટરીને સામાન્ય રીતે લોકો ઉપયોગ કરીને ફેંકી દેતા હોય છે પરંતુ હવે તેને વેચીને પૈસા કમાઈ શકશો હવેથી બેટરી બનાવનારી કંપની જ તમારી પાસેથી ઉપયોગમાં લેવાય ગયેલી બેટરી ખરીદી લેશે જેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે. સરકારે બેટરી મેન્યુફેક્ટરિંગ કંપનીને (Battery Manufacturing Company) વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનું સખ્તાઈથી પાલન કરવાનો આદેશ કર્યો છે. હવે બેટરી ખાલી કે ખરાબ થયાં બàª
સરકારના આ આદેશથી લોકો  ખાલી સેલમાંથી કરી શકશો કમાણી  જાણો કેવી રીતે
Advertisement
રિમોટ, ફોન, ઘડિયાળ કે ગાડીઓની બેટરીને સામાન્ય રીતે લોકો ઉપયોગ કરીને ફેંકી દેતા હોય છે પરંતુ હવે તેને વેચીને પૈસા કમાઈ શકશો હવેથી બેટરી બનાવનારી કંપની જ તમારી પાસેથી ઉપયોગમાં લેવાય ગયેલી બેટરી ખરીદી લેશે જેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે. સરકારે બેટરી મેન્યુફેક્ટરિંગ કંપનીને (Battery Manufacturing Company) વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનું સખ્તાઈથી પાલન કરવાનો આદેશ કર્યો છે. હવે બેટરી ખાલી કે ખરાબ થયાં બાદ તેને સાચવીને રાખવી ફાયદાકારક સાબિત થશે.
સરકાર તરફથી કંપનીઓને તેના પાલન માટે સુચનો પણ આપવામાં આવ્યા છે. સરકાર તરફથી આપવામાં આવેલા આદેશમાં બેટરી બનાવનારી કંપનીઓને ગ્રાહકો પાસેથી ખરાબ બેટરીઓનું કલેક્શન કરવા માટે કહેવામાં આવ્યું છે. પર્યાવરણ અને જળવાયું પરિવર્તન મંત્રાલયે આ માટે એક નોટિફિકેશન (Notification) પણ જાહેર કરી ચુક્યું છે. સરકારે કંપનીઓને સુચન કર્યું છે કે ખરાબ બેટરીઓને પરત લેવા માટે કંપની બેટરી બાયબેક કે ડિપોઝિટ રિફંડ જેવી યોજના શરૂ કરી શકે છે.
સરકાર આ પહલાંથી સર્ક્યૂલર ઈકોનોમીનો (Circular Economy) વ્યાપ વધારવા માંગે છે. આવું કરવાથી ખરાબ સામાનને ઘટાડવામાં મદદ મળશે. સરકારને આશા છે કે આ પગલાંથી કંપનીઓને મિનરલ અને માઈનિંગ પર નિર્ભરતા ઘટશે. જ્યારે પોર્ટેબલ કે ઈવી બેટરીની કિંમત પણ ઓછી હશે. રિસાઈકલિંગ માટે કાચા માલને યૂઝ કરવાની ડેડલાઈન નક્કી છે. તેની દેખરેખ હેઠળ સરકાર એક કમિટી બનાવશે. જે આદેશોનું પાલન નહી કરવા પર દંડ લગાવી શકે છે.
સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન પ્રમાણે વળતરની ચૂકવણીથી નિર્માતાની જવાબદારી (Extended Producer Responsibility) પૂર્ણ નહી થઈ જાય. 3 વર્ષોની અંદર લગાવવામાં આવેલું પર્યાવરણીય વળતર (environmental compensation) ઉત્પાદકોને પરત કરી દેવામાં આવશે અને તેની કેટલીક ખાસ શરતો રાખવામાં આવી છે. જે હેઠળ એક વર્ષની અંદર 75% વળતર પરત કરી શકાશે. બે વર્ષની અંદર 60% અને ત્રણ વર્ષની અંદર 40% વળતર પરત થશે.
Tags :
Advertisement

.

×