વર્કિંગ વુમનને વારંવાર સાંભળવા મળતો ટોણો - ‘તુ નોકરી છોડી કેમ નથી દેતી ?’
ભારતમાં સ્ત્રી સ્વાતંત્ર્યની સ્ત્રીઓના સમાન દરજ્જાની એક લાંબી ચળવળ કે લડત પછી સ્ત્રીઓ માટેની સ્થિતિમાં થોડો સુધારો થયો છે. એનો ઇન્કાર થઇ શકે તેમ નથી. અલબત્ત એ દિશામાં ઘણું કરવાનું બાકી છે. કેન્દ્રની અને રાજ્યોની સરકારોએ સ્ત્રીઓની સ્થિતિમાં સકારાત્મક પરિણામ લાવવા માટે અનેક કાયદાકીય જોગવાઇઓ પણ કરી જ છે. પ્રમાણમાં સ્ત્રી શિક્ષણનો વ્યાપ પણ વધ્યો છે. અને તેથી ધંધા રોજગાર કે નોકરીà
Advertisement
ભારતમાં સ્ત્રી સ્વાતંત્ર્યની સ્ત્રીઓના સમાન દરજ્જાની એક લાંબી ચળવળ કે લડત પછી સ્ત્રીઓ માટેની સ્થિતિમાં થોડો સુધારો થયો છે. એનો ઇન્કાર થઇ શકે તેમ નથી. અલબત્ત એ દિશામાં ઘણું કરવાનું બાકી છે. કેન્દ્રની અને રાજ્યોની સરકારોએ સ્ત્રીઓની સ્થિતિમાં સકારાત્મક પરિણામ લાવવા માટે અનેક કાયદાકીય જોગવાઇઓ પણ કરી જ છે. પ્રમાણમાં સ્ત્રી શિક્ષણનો વ્યાપ પણ વધ્યો છે. અને તેથી ધંધા રોજગાર કે નોકરીઓમાં સ્ત્રીઓની ભાગીદારી પણ વધી છે. આ સકારાત્મક ફેરફાર કામ કરતી બહેનો - વર્કીંગ વુમન - સામે કેટલાક નવા પ્રશ્નો અને પડકારો પણ સર્જે છે.
એક તો વર્કિંગ વુમન તરફ જોવાની આપણી માંદલી માનસિકતા એ સૌથી મોટો પડકાર બને છે. આ માંદલી મનોદશામાં માત્ર પુરૂષોનો જ સમાવેશ જ થાય છે તેવું નથી. પણ કામ નહી કરતી કેટલીક સ્ત્રીઓનો વર્કિંગ વુમન તરફનો દ્રષ્ટીકોણ અને અભિગમ નકારાત્મક જોવા મળે છે. જે મહિલા ધંધોરોજગાર કે નોકરી કરતી હોય તો તેના જ પરિવારની અન્ય સ્ત્રીઓ ઘણા બધા મનોવૈજ્ઞાનિક કારણોથી વર્કિંગવુમન તરફની પોતાની લઘુતાગ્રંથિને છુપાવી ન શકતા પ્રછન્ન કાવતરાઓ દ્વારા તેના જ ઘરમાં તેની સામે મોરચો માંડે છે.
બીજું ઘર ચલાવવું - સંભાળવું એ સ્ત્રીની જ જવાબદારી છે એ મનોદશા માંથી હજુ મુક્તિ મળી નથી. એટલે વર્કિંગ વુમનને બહારના કામ ધંધા કે નોકરીની જવાબદારી સાથે ગૃહિણીની જવાબદારી પણ અદા કરવાની થાય છે. અને તેથી જ તેના કામના ભારણમાં ખૂબ વધારો થાય છે. રોજગાર કે ઓફિસ ઉપરથી પત્ની કે પતિ બન્ને લગભગ સાથે ઘરે પરત ફરે છે પણ ઘેર આવ્યા પછી પતિ માટે આરામનો સમય શરૂ થાય છે જ્યારે વર્કિંગ વુમન માટે ઘરકામની બીજી ઇનિંગ શરૂ થાય છે. ઘરમાં રહેલા માતા-સાસુ-નણંદ એ પછી અન્ય સ્ત્રીઓ પણ પુરુષની સાથે આવી ગેરસમજ સાથે વર્કિંગ વુમનને અન્યાય કરતા રહે છે.
વર્કિંગ વુમનની કમાણી કે પગારમાં સૌને રસ હોય છે. પણ તેમ છતાં ઘરકામમાં કોઇ વર્કિંગ વુમનથી ભૂલ થઇ જાય તો “તુ નોકરી છોડી કેમ નથી દેતી ? “ વગેરે જેવા મહેણા ટોણા સાંભળવા મળે છે. પડોશમાં, ફળિયામાં, સોસાયટીમાં કે ગામમાં - લગભગ બધે જ વર્કિંગ વુમન તરફ જુદા દ્રષ્ટીકોણથી જોવાની માનસિકતા બહુ બદલાઇ નથી.
કામ કરતી મહિલાએ સ્વાભાવિક રીતે નોકરી કે વ્યવસાયને શોભે તેવા વસ્ત્રો કે સાજ શણગાર કરવા પડતા હોય છે. એ પણ મહદ અંશેલોકો માટે અભદ્ર ટીકા કરવાનું નિમિત્ત બને છે.
આ તો થઇ ઘરમાં જ સર્જાતી વર્કિંગ વુમન માટેના પ્રશ્નોને પડકારોની વાત - નોકરી કે વ્યવસાયના સ્થળે પહોંચવાના અને પહોંચ્યા પછી સામનો કરવાના પ્રશ્નો અને પડકારો તો નવી ચર્ચા માંગી લે છે.


