World Bee Day : વિશ્વ મધમાખી દિવસે Surat ના Vinodbhai નું આત્મનિર્ભર મોડેલ
માત્ર 25 બોક્સથી મધમાખી ઉછેરની શરૂઆત કરી વાર્ષિક રૂ.૩૦ લાખની આવક સાથે10 લોકોને રોજગારી પૂરી વર્ષે ૩૦ થી 35 ટન જેટલું શુદ્ધ મધ ઉત્પન્ન થાય છે આજે 20 મે 2025 છે ત્યારે વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે સુરતના કામરેજ તાલુકાના...
Advertisement
- માત્ર 25 બોક્સથી મધમાખી ઉછેરની શરૂઆત કરી
- વાર્ષિક રૂ.૩૦ લાખની આવક સાથે10 લોકોને રોજગારી પૂરી
- વર્ષે ૩૦ થી 35 ટન જેટલું શુદ્ધ મધ ઉત્પન્ન થાય છે
આજે 20 મે 2025 છે ત્યારે વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે સુરતના કામરેજ તાલુકાના ઉંભેળ ગામે આવેલું મધમાખી ઉછેર ધ્યાન ખેચનાર આત્મનિર્ભરતાનું મોડેલ કેન્દ્ર બન્યું છે. સુરતના ડભોલી વિસ્તારના વિનોદભાઈ નકુમે હીરાનો વ્યવસાય છોડીને મધમાખી ઉછેરથી નવી ઓળખ મેળવી છે. શ્રી અર્પીત ઓર્ગેનિક કંપની શરૂ કરીને 1100 બોક્સ, ૩૫ ટન મધનું ઉત્પાદન અને વાર્ષિક રૂ.૩૦ લાખની આવક સાથે10 લોકોને રોજગારી પૂરી પાડે છે.
Advertisement


