World No Tobacco Day : તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે બને છે જોખમી, આજે જ સમજી જશો તો રહેશો ફાયદામાં!
World No Tobacco Day : વર્લ્ડ નો ટોબેકો ડે નિમિત્તે તમાકુના સેવન (tobacco consumption) થી થતા ગંભીર આરોગ્ય જોખમો અંગે વિશેષ જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા વર્ષ 1987માં શરૂ કરાયેલી આ પહેલનો મુખ્ય હેતુ લોકોને તમાકુ છોડવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, કારણ કે દર વર્ષે વિશ્વભરમાં લગભગ 80 લાખ લોકો તમાકુ સંબંધિત બીમારીઓના કારણે મૃત્યુ પામે છે.
ખાસ કરીને મોઢાના કેન્સર (oral cancer) ના કેસોમાં તમાકુનું સેવન એક મુખ્ય કારણ તરીકે સામે આવ્યું છે, કારણ કે તેમાં રહેલા ઝેરી રસાયણો શરીરમાં કેન્સરગ્રસ્ત કોષો (cancer cells) વિકસાવવામાં મદદરૂપ થાય છે. ધુમ્રપાન હોય કે ચાવવાની તમાકુ, બંને સ્વરૂપો સમાન રીતે જોખમી ગણાય છે અને કોઈપણ પ્રકારનું તમાકુ સુરક્ષિત નથી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વહેલી તકે કરવામાં આવેલ નિદાન અને યોગ્ય સારવાર જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેમાં રેડિયેએશન થેરાપી (radiation therapy) જેવી આધુનિક પદ્ધતિઓ કેન્સરગ્રસ્ત કોષોને નિશાન બનાવી અસરકારક રીતે નાશ કરે છે. આ પ્રક્રિયામાં દર્દીને સામાન્ય રીતે કોઈ દુખાવો થતો નથી અને જેટલી વહેલી સારવાર શરૂ કરવામાં આવે તેટલી સફળતાની શક્યતાઓ વધે છે. તેથી લોકોને તમાકુના વ્યસનથી દૂર રહીને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.


