બગાસાં ઉંઘ સિવાય બીજા આ કારણે પણ આવતા હોય છે
બગાસાં આવવા એ આળસની નિશાની ગણાય છે. પરંતુ થાકેલા માણસને બગાસાં આવે તો સામાન્ય બાબત છે. બગાસાં આવવાનું ચોક્કસ કારણ તો વિજ્ઞાાનીઓ પણ જાણી શક્યા નથી પરંતુ થોડા અભ્યાસ બાદ એમ તારણ નીકળ્યું છે કે માણસ જ્યારે થાકે ત્યારે તેના સ્નાયુઓ ઢીલા પડે અને શ્વાસ લેવાની માત્રા ઘટે. માણસને દર મિનિટે લગભગ ૬ થી ૭ લીટર હવા શ્વાસમાં લેવી પડે તો જ પૂરતો ઓક્સિજન મળે. થાકેલો માણસ પૂરો શ્વાસ ન લઈ શકે તો ઓકà
02:24 PM Sep 08, 2022 IST
|
Vipul Pandya
બગાસાં આવવા એ આળસની નિશાની ગણાય છે. પરંતુ થાકેલા માણસને બગાસાં આવે તો સામાન્ય બાબત છે. બગાસાં આવવાનું ચોક્કસ કારણ તો વિજ્ઞાાનીઓ પણ જાણી શક્યા નથી પરંતુ થોડા અભ્યાસ બાદ એમ તારણ નીકળ્યું છે કે માણસ જ્યારે થાકે ત્યારે તેના સ્નાયુઓ ઢીલા પડે અને શ્વાસ લેવાની માત્રા ઘટે. માણસને દર મિનિટે લગભગ ૬ થી ૭ લીટર હવા શ્વાસમાં લેવી પડે તો જ પૂરતો ઓક્સિજન મળે. થાકેલો માણસ પૂરો શ્વાસ ન લઈ શકે તો ઓક્સિજન પણ ઓછો પડી શકે છે.
બગાસું આવવા પાછળનું વૈજ્ઞાનિક કારણ
- કહેવાય છે કે બગાસું, એ ફેફસામાંથી દૂષિત હવાને દૂર કરવાનો એક માર્ગ છે. એવું કહી શકાય કે બગાસું ખાવું એ શ્વસનતંત્રનું જ કાર્ય છે.
- પરંતુ કેટલાક અન્ય સિદ્ધાંતો સૂચવે છે કે બગાસું ખાવાથી બ્લડ પ્રેશર વધે છે, હૃદયના ધબકારા નિયંત્રિત થાય છે, લોહીમાં ઓક્સિજન વધે છે, જેનાથી શરીરના કાર્યો અને સતર્કતામાં સુધારો થાય છે.
- કેટલાક સંશોધકો કહે છે કે બગાસું આવવું એ મગજના તાપમાન સાથે સંકળાયેલ હોઈ શકે છે. અર્થાત્ જ્યારે મગજ થાકી જાય અથવા તો ગરમ થઈ જાય ત્યારે તેને સ્થિર અથવા સામાન્ય બનાવવા માટે બગાસું આવે છે.
- આ ઉપરાંત બગાસું ખાધા પછી શરીરમાંથી ઠંડું લોહી મગજમાં ભરાય છે અને ગરમ લોહી વેઇન દ્વારા બહાર આવે છે.
અન્ય કારણો:
- બગાસું આવવા પાછળ અનેક કારણો હોઇ શકે છે જેમકે ઊંઘ, થાક, કંટાળો, આળસ વગેરે વગેરે.
- ઘણી વખત આપણને કોઇ બીજી વ્યક્તિને બગાસાં ખાતી જોઇને પણ બગાસુ આવે છે.
- અમુક સંશોધન પ્રમાણે વધુ બગાસાં આવવા પાછળ કોઇ હેલ્થ પ્રોબલેમ પણ જવાબદાર હોઇ શકે છે.
- એક સંશોધન પ્રમાણે બગાસાને લઇને અત્યારે બે થિયરી ફરે છે. એક થિયરી મુજબ એર કન્ડિશન્ડ અથવા ઠંડીના વાતાવરણમાં વધુ બગાસાં આવે છે. તેમજ જ્યારે આપણે થાકી જઇએ છીએ કે કંટાળી જઇએ છીએ ત્યારે મગજનું તાપમાન ઘણું ઉંચુ જતુ રહે છે જેને ઠંડુ કરવા માટે બગાસાં આવે છે.
Next Article