પાકિસ્તાની જોકરે ગાયું સોનુ નિગમનું એવુ ગીત, કે સાંભળીને લોકો બોલી ઉઠ્યા...
સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વિડીયો વાયરલ થાય છે, પરંતુ એક પાકિસ્તાની જોકરના વિડીયોની ખૂબ જ પ્રશંશા થઇ રહી છે. સંગીત વિશ્વના દરેક ખૂણેથી લોકોને જોડે છે. પાકિસ્તાનના કરાચીના એક વ્યક્તિએ ફરી એકવાર આ સાબિત કરી દીધું છે. આરીફ ખાન તરીકે ઓળખાતા આ વ્યક્તિએ સોનુ નિગમે ગાયેલું બોલિવૂડ ફિલ્મ 'અગ્નિપથ'નું ગીત 'અભી મુઝ મેં કહીં' ગાયું હતું. પાકિસ્તાની વ્યક્તિનો મધુર અવાજ સાંભળીને લોકો મંત્રà
06:33 AM May 04, 2022 IST
|
Vipul Pandya
સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વિડીયો વાયરલ થાય છે, પરંતુ એક પાકિસ્તાની જોકરના વિડીયોની ખૂબ જ પ્રશંશા થઇ રહી છે. સંગીત વિશ્વના દરેક ખૂણેથી લોકોને જોડે છે. પાકિસ્તાનના કરાચીના એક વ્યક્તિએ ફરી એકવાર આ સાબિત કરી દીધું છે. આરીફ ખાન તરીકે ઓળખાતા આ વ્યક્તિએ સોનુ નિગમે ગાયેલું બોલિવૂડ ફિલ્મ 'અગ્નિપથ'નું ગીત 'અભી મુઝ મેં કહીં' ગાયું હતું. પાકિસ્તાની વ્યક્તિનો મધુર અવાજ સાંભળીને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. લગભગ 5 મિનિટના યુટ્યુબ વીડિયોએ ઓનલાઈન યુઝર્સના દિલ જીતી લીધા હતા.
જોકર બનેલા માણસે મધુર અવાજમાં ગીત ગાયું
પાકિસ્તાની બ્લોગર અહેમદ ખાને શેર કરેલા આ વિડીયોમાં આરિફને રંગબેરંગી કપડાંમાં જોકર દેખાડવામાં આવ્યો છે. થોડી વાતચીત પછી, અહેમદ આરિફને તેના દર્શકો માટે ગીત ગાવાનું કહ્યું હતું. તે વ્યક્તિ તરત જ બોલિવૂડનું લોકપ્રિય ગીત ગાવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં, આરિફે બીજા ઘણા ગીતો ગાયા, જેને સાંભળીને લોકોએ જોરદાર તાળીઓ પણ પાડી હતી.
પાકિસ્તાની બ્લોગરનો વીડિયો થયો વાયરલ
યુટ્યુબ પર વાયરલ થયેલા આ વીડિયોને 30 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે અને ઘણી પ્રતિક્રિયાઓ પણ મળી છે. ત્યારબાદ તો આ વિડીયો યુટ્યુબ પરથી ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પણ વાયરલ થઇ રહ્યો છે. ભારતીય કોમેડિયન અને લેખક વરુણ ગ્રોવરે પણ આ વિડીયો ટ્વિટર પર શેર કરી છે. પાકિસ્તાનના કરાચીમાં રસ્તાના કિનારે જોકર બનીને ફરતી વખતે તે લોકોના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 'અભી મુઝ મેં કહીં' ગીત અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું હતું અને ગીત અજય-અતુલે લખ્યું હતું.
Next Article