ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આર માધવનની ફિલ્મમાં શાહરૂખ ખાનનો કેમિયો, ફી જાણીને ચોંકી જશો!

રોકેટરી: ધ નામ્બી ઈફેક્ટ 1 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આશરે 100 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ નામ્બી નારાયણના જીવન પર આધારિત બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મ છે. રોકેટરી ધ નામ્બી ઇફેક્ટ આ ફિલ્મમાં કામ કરવા માટે શાહરૂખ ખાને કેટલી ફી લીધી? આ વિશે ફિલ્મના નિર્માતા આર માધવને જણાવ્યું કે શાહરૂખ ખાન સામેથી આ ફિલ્મનો ભાગ બનવા માંગતો હતો. આર માધવને તાજેતરમાં જ આ વાતનો ખુલાસો કર્ય
10:39 AM Jun 22, 2022 IST | Vipul Pandya
રોકેટરી: ધ નામ્બી ઈફેક્ટ 1 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આશરે 100 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ નામ્બી નારાયણના જીવન પર આધારિત બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મ છે. રોકેટરી ધ નામ્બી ઇફેક્ટ આ ફિલ્મમાં કામ કરવા માટે શાહરૂખ ખાને કેટલી ફી લીધી? આ વિશે ફિલ્મના નિર્માતા આર માધવને જણાવ્યું કે શાહરૂખ ખાન સામેથી આ ફિલ્મનો ભાગ બનવા માંગતો હતો. આર માધવને તાજેતરમાં જ આ વાતનો ખુલાસો કર્ય
રોકેટરી: ધ નામ્બી ઈફેક્ટ 1 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આશરે 100 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ નામ્બી નારાયણના જીવન પર આધારિત બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મ છે. રોકેટરી ધ નામ્બી ઇફેક્ટ આ ફિલ્મમાં કામ કરવા માટે શાહરૂખ ખાને કેટલી ફી લીધી? આ વિશે ફિલ્મના નિર્માતા આર માધવને જણાવ્યું કે શાહરૂખ ખાન સામેથી આ ફિલ્મનો ભાગ બનવા માંગતો હતો. આર માધવને તાજેતરમાં જ આ વાતનો ખુલાસો કર્યો હતો કે સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ તેની ફિલ્મનો ભાગ હશે અને તે આ ફિલ્મમાં એક ખાસ પાત્ર ભજવતો જોવા મળશે.આ ફિલ્મનું સ્પેશિલ સ્ક્રીનીંગ આ વર્ષના કાન્સ 2022માં રાખવામાં આવ્યું હતું. 
ઝીરોના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે વાતચીત થઈ હતી
આર માધવને ફિલ્મના પ્રમોશન ઈવેન્ટમાં જણાવ્યું કે શાહરૂખ ખાન ફિલ્મમાં પત્રકારની ભૂમિકા ભજવી રહ્યો છે. પરંતુ આ ફિલ્મમાં કામ કરવા માટે શાહરૂખ ખાને ફીની વાત આવી તો દરિયાદિલી બતાવી હતી. આર માધવને જણાવ્યું કે શાહરૂખ ખાન કોઈક રીતે આ ફિલ્મનો ભાગ બનવા માંગતો હતો અને 'ઝીરો'ના શૂટિંગ દરમિયાન બંનેએ આ ફિલ્મ વિશે વાતચીત કરી હતી.

શાહરુખે કહ્યું- હું બેકગ્રાઉન્ડમાં કોઈપણ રોલ કરીશ
આર માધવને વાત કરતાં કહ્યું, 'તે રોકેટરીના શૂટિંગમાં બીઝી હતો. ત્યારે એક બર્થડે પાર્ટીમાં શાહરુખે મને પૂછ્યું કે ફિલ્મનું શૂટિંગ કેવું ચાલી રહ્યું છે? સાથે જ તેણે ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શાહરુખે કહ્યું કે હું બેકગ્રાઉન્ડમાં કોઈપણ રોલ કરીશ. હું આ ફિલ્મનો ભાગ બનવા માંગુ છું. 
શાહરૂખ ખાને ફીમાં એક રૂપિયો પણ લીધો નથી
આર માધવને પહેલાં લાગ્યું કે, તે મજાક કરી રહ્યો હશે પરંતુ પછીથી મારી પત્નીએ કહ્યું કે શાહરુખનો થેંક્યુનો મેસેજ આવ્યો છે, વાત થયાં બાદ SRKના મેનેજરે તરત જ મેસેજ કર્યો કે શાહરૂખ શૂટિંગની તારીખો વિશે પૂછી રહ્યો છે. જ્યાં સુધી ફિલ્મમાં શાહરૂખ ખાન દ્વારા લેવામાં આવેલી ફીની વાત છે તો આર માધવને જણાવ્યું કે કિંગ ખાને આ રોલ માટે એક રૂપિયો પણ લીધો નથી.
 
ફિલ્મનું જબરદસ્ત ટ્રેલર
Tags :
BollywoodNewsEntertainmentNewsGujaratFirstRMadhavanshahrukhkhan
Next Article