મધ્ય પ્રદેશમાં ત્રણ યુવતીઓ સાથે યુવકે કર્યા લગ્ન, કારણ જાણી ચોંકી જશો
મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તાર અલીરાજપુર જીલ્લામાં ગજબનો બનાવ બહાર આવ્યો છે. એક યુવકે આદિવાસી રીત રિવાજ મુજબ પોતાની 3 પ્રેમીકાઓની સાથે લગ્ન કર્યા હતા. તેના આ લગ્નમાં ત્રણ પ્રેમીકાથી થયેલા 6 સંતાનો પણ હાજર હતા. અલીરાજપુર પંથકના નાનપુર ગામના સમરથ મૌર્યા નામના યુવકે ત્રણ યુવતી સાથે લગ્ન કર્યા છે. તે નાનપુરનો પૂર્વ સરપંચ પણ છે. તે અને તેની પત્નીઓ અને બાળકો આ લગ્નથી ખુશ છે. સ્થાનિક લોકà«
06:41 AM May 02, 2022 IST
|
Vipul Pandya
મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તાર અલીરાજપુર જીલ્લામાં ગજબનો બનાવ બહાર આવ્યો છે. એક યુવકે આદિવાસી રીત રિવાજ મુજબ પોતાની 3 પ્રેમીકાઓની સાથે લગ્ન કર્યા હતા. તેના આ લગ્નમાં ત્રણ પ્રેમીકાથી થયેલા 6 સંતાનો પણ હાજર હતા.
અલીરાજપુર પંથકના નાનપુર ગામના સમરથ મૌર્યા નામના યુવકે ત્રણ યુવતી સાથે લગ્ન કર્યા છે. તે નાનપુરનો પૂર્વ સરપંચ પણ છે. તે અને તેની પત્નીઓ અને બાળકો આ લગ્નથી ખુશ છે. સ્થાનિક લોકો પણ લગ્નમાં સહભાગી બન્યા હતા. લગ્નના કાર્ડમાં વરરાજાની સાથે તેની ત્રણ પ્રેમીકાના નામ પણ લખવામાં આવ્યા હતા. 15 વર્ષ પહેલા ગરીબીના કારણે તે લગ્ન કરી શકયો ન હતો અને તેથી તેણે હવે લગ્ન કર્યા છે.
મળેલી જાણકારી મુજબ 15 વર્ષ દરમિયાન સમરથ મૌર્યને ત્રણ યુવતીઓ સાથે પ્રેમ થયો હતો. તે વારાફરતી ત્રણેયને ભગાડીને ઘેર લાવ્યો હતો અને ત્રણેયને પત્ની તરીકે રાખી હતી.
ઉલ્લેખનિય છે કે આદિવાસી ભિલાલા સમાજમાં લિવ ઇનમાં રહેવા અને બાળકો પેદા કરવાની છુટ છે પણ જયાં સુધી રીતી રિવાજ મુજબ લગ્ન ના થાય ત્યાં સુધી સમાજના શુભ પ્રસંગોમાં સામેલ થવાની તેને મંજુરી હોતી નથી. આ માટે 15 વર્ષે 6 બાળકો થયા બાદ સમરથે પોતાની ત્રણેય પ્રેમીકા સાથે લગ્ન કર્યા હતા. હવે તેને અને તેની ત્રણેય પત્નીને શુભ પ્રસંગોમાં સામેલ થવાની મંજુરી મળશે. ભારતીય સંવિધાનના અનુચ્છેદ 342 મુજબ આદિવાસી રીત રિવાજ અને વિશિષ્ટ સામાજીક પરંપરાને સંરક્ષણ આપવામાં આવ્યું છે અને તેથી સમરથની ત્રણ યુવતી સાથેના લગ્ન ગેરકાયદે નહી ગણવામાં આવે.
Next Article