ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદમાં સગીરા પર દુષ્કર્મ કરનારો નરાધમ યુવા નેતા ઝડપાયો

અમદાવાદનાં ઘાટલોડિયામાં 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ધટના હજુ ભુલાઈ નથી ત્યાં નારોલમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. નારોલમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા રાજકીય પાર્ટીના યુવા નેતા સહિત બે યુવકોની પોલીસે ધરપકડ કરી છે.આરોપી સગીરાના અશ્લીલ ફોટો બતાવીને બ્લેકમેઇલ કરીને સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો.બળજબરીથી દુષ્કર્મ કરી અશ્લિલ ફોટા પાડયા ગત દિવાળી સમયે નવà
11:58 AM Mar 15, 2022 IST | Vipul Pandya
અમદાવાદનાં ઘાટલોડિયામાં 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ધટના હજુ ભુલાઈ નથી ત્યાં નારોલમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. નારોલમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા રાજકીય પાર્ટીના યુવા નેતા સહિત બે યુવકોની પોલીસે ધરપકડ કરી છે.આરોપી સગીરાના અશ્લીલ ફોટો બતાવીને બ્લેકમેઇલ કરીને સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો.બળજબરીથી દુષ્કર્મ કરી અશ્લિલ ફોટા પાડયા ગત દિવાળી સમયે નવà
અમદાવાદનાં ઘાટલોડિયામાં 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ધટના હજુ ભુલાઈ નથી ત્યાં નારોલમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. નારોલમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા રાજકીય પાર્ટીના યુવા નેતા સહિત બે યુવકોની પોલીસે ધરપકડ કરી છે.આરોપી સગીરાના અશ્લીલ ફોટો બતાવીને બ્લેકમેઇલ કરીને સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો.
બળજબરીથી દુષ્કર્મ કરી અશ્લિલ ફોટા પાડયા 
ગત દિવાળી સમયે નવા વર્ષના દિવસે સગીરા શુભેચ્છા આપવા અને વડીલો પગે લાગવા ફરતી હતી,ત્યારે રાજેશ મારુએ સગીરાને ઘરમાં બોલાવી હતી અને  ઘરનો દરવાજો બંધ કરી બળજબરીપૂર્વક દુષ્કર્મ કરી બન્નેના મોબાઈલમાં ફોટો પાડી દીધા હતા, અને ત્યારબાદ ફોટો વાયરલ કરવાની ધમકી આપી બદનામ કરવાનું કહી દુષ્કર્મ આચરતો હતો.સગીરા સ્કૂલમાં જાય ત્યારે આરોપી રાજેશ બાઇક લઈ પીછો કરતો હતો.જો કે એક વખત સ્કૂલ દ્વારા સગીરાના માતા પિતાને જાણ કરતા આરોપી રાજેશને સમજાવ્યો હતો છતાં પણ સગીરાને હેરાન કરવાનું બંધ ન કર્યું અને બાઇક પર સગીરાનાનું નામ લખાવી સગીરાના ઘર બહાર બાઇક પાર્ક કરતો હતો. આરોપી રાજેશનો ભાઈ ભાવેશ સંબંધ રાખવાનું દબાણ કરી સગીરાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.જો કે બંને ભાઈઓ ત્રાસથી કંટાળી સગીરાના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 
બંને સગા ભાઇની ધરપકડ 
નારોલ પોલીસે આ મામલે રાજેશ મારુ અને તેના ભાઈ ભાવેશ મારુની બળાત્કાર, પોકસો એક્ટ અને ધમકીની કલમો હેઠળ ધરપકડ કરી છે.આરોપી રાજેશ મારું પોલિટિકલ પાર્ટીના લાંભા વોર્ડનો યુવા નેતા છે, જેણે ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ આચરીને બ્લેકમેઇલ કરી છે.સગીરા સાથે શરીર સંબંધ બાંધવા માટે બીભત્સ ફોટો વાયરલ કરવાની ધમકી આપીને અવાર બનાર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી રાજેશની સાથે તેનો ભાઇ ભાવેશ મારુ પણ સગીરાને રાજેશ સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રાજેશ મારુ લાંભા વોર્ડમાં યુવા નેતા હોવાથી સગીરાના પરિવારને ડરાવી રાખતો હતો, જેથી પોલીસને જાણ થતાં આરોપી રાજેશ અને ભાવેશ બન્ને ભાઈઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Tags :
GujaratFirstMinorGirlnarolpoliceRap
Next Article