ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

યુવરાજ સિંહને મળશે જામીન? આવતીકાલે આપવામાં આવશે ઓર્ડર

યુવરાજસિંહ જાડેજાની જામીન અરજી પર ગાંધીનગર સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામા આવી હતી. જેમા બન્ને પક્ષે વકીલો દ્વારા દલીલ કરવામાં આવી હતી. બચાવ પક્ષના વકીલની દલીલ હતી કે, પોલીસ પર ગાડી ચડાવી હોય અને પોલીસને ઉજરડો પણ ન પડ્યો હોય તેવા કેસમાં 307 ગંભીર કલમ લગાવી જ ન શકાય. જેમા બચાવ પક્ષના વકીલે અલગ અલગ કેસોના ચુકાદાઓને પણ કોર્ટ સમક્ષ ટાક્યા હતા.સાથે બચાવ પક્ષની દલીલ હતી આ ખોટો કેસ કર્àª
12:29 PM Apr 15, 2022 IST | Vipul Pandya
યુવરાજસિંહ જાડેજાની જામીન અરજી પર ગાંધીનગર સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામા આવી હતી. જેમા બન્ને પક્ષે વકીલો દ્વારા દલીલ કરવામાં આવી હતી. બચાવ પક્ષના વકીલની દલીલ હતી કે, પોલીસ પર ગાડી ચડાવી હોય અને પોલીસને ઉજરડો પણ ન પડ્યો હોય તેવા કેસમાં 307 ગંભીર કલમ લગાવી જ ન શકાય. જેમા બચાવ પક્ષના વકીલે અલગ અલગ કેસોના ચુકાદાઓને પણ કોર્ટ સમક્ષ ટાક્યા હતા.સાથે બચાવ પક્ષની દલીલ હતી આ ખોટો કેસ કર્àª
યુવરાજસિંહ જાડેજાની જામીન અરજી પર ગાંધીનગર સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામા આવી હતી. જેમા બન્ને પક્ષે વકીલો દ્વારા દલીલ કરવામાં આવી હતી. બચાવ પક્ષના વકીલની દલીલ હતી કે, પોલીસ પર ગાડી ચડાવી હોય અને પોલીસને ઉજરડો પણ ન પડ્યો હોય તેવા કેસમાં 307 ગંભીર કલમ લગાવી જ ન શકાય. જેમા બચાવ પક્ષના વકીલે અલગ અલગ કેસોના ચુકાદાઓને પણ કોર્ટ સમક્ષ ટાક્યા હતા.
સાથે બચાવ પક્ષની દલીલ હતી આ ખોટો કેસ કર્યો છે, જેથી જામીન આપવા જોઈએ અને યુવરાજસિંહ પર અત્યાર સુધીમાં કોઈ ગંભીર કેસો ન હોવાનો બચાવ પક્ષના વકીલે દલીલ કરતા કહ્યું કે, રેગ્યુલર જામીન આપવામા આવે. તો બીજી તરફ સરકારી વકીલે દલીલ કરતા કહ્યું કે, લોકશાહીમાં આંદોલન કરવાની પદ્ધતિ હોય છે. એ પદ્ધતિને અનુસરીને આંદોલન કરવા જોઈએ. પોલીસ પર ગાડી ચડાવવાની કોશિશ કરવામાં આવી હતી જેથી 307 કલમ લગાવી છે. આ કેસમાં જામીન ન આપવી જોઈએ અને જો જામીન આપવામાં આવે તો પણ અમદાવાદ અને ગાંધીનગરની હદમાં ન પ્રવેશવાની શરતના આધારે શરતી જામીન આપવા જોઈએ. બન્ને પક્ષે દલીલી સાંભળ્યા બાદ કોર્ટ ચુકાદોનો ઓર્ડર આવતીકાલ પર રાખ્યો હતો. જામીન અરજી પર આવતી કાલે ઓર્ડર આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સરકારી ભરતીમાં થઇ રહેલી ખામીઓને લઇને યુવરાજસિંહ અવાર-નવાર સરકારની કાર્યક્ષેલી પર સવાલો ઉઠાવતા રહે છે. વળી તાજેતરમાં સરકારી પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા લોકોમાં યુવરાજ સિંહે ઘણી લોકપ્રિયતા મેળવી છે. થોડા દિવસો પહેલા જ ગાંધીનગરમાં વિદ્યાસહાયકોના વિરોધના સમર્થનમાં પહોંચેલા યુવરાજસિંહની અટકાયત કરવામાં આવી હતી. કાર્યક્રમની પરમીશન ન હોવાને બહાને ગાંધીનગર પોલીસે યુવરાજસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવી હતી.  આ દરમિયાન પોલીસ પર હુમલો કરવાના ગુના બદલ યુવરાજસિંહ વિરુદ્ધ 332 અને 307ની કલમના આધારે ગુનો નોંધીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
Tags :
BailcourtGandhinagarGujaratFirstorderspoliceyuvrajsingh
Next Article