2026 Festival: આમતો ભારત દેશમાં વિવિધ રીતરિવાજ અને સંસ્કૃતિથી સભર દેશ છે. તેમ છતા દેશમાં એવા ઘણા તહેવારો છે. જેના નામ અલગ અલગ છે. પરંતુ તેની ઉજવણીનો હેતુ એક જ છે. આવો આવા જ કેટલાક તહેવારો વિશે જાણીએ. નવા વર્ષની શરૂઆતમાં તહેવારો શરૂ થઈ રહ્યા છે. પોંગલ (Pongal), લોહડી (Festival Lohri) અને મકરસંક્રાંતિ (Makar Sankranti) ને ગણતરીના જ દિવસો બાકી છે. પંજાબમાં લોહડી, તમિલમાં પોંગલ અને મકરસંક્રાંતિ સમગ્ર દેશમાં ઉજવાતો તહેવાર છે. ત્યારે આ વર્ષે આ તહેવારોની ઉજવણી કઈ તારીખે થશે તે જાણીએ.
આ પણ વાંચો---- 10 પુત્રી બાદ પરિવારમાં પુત્રનું આગમન, બહેનોએ સમજી-વિચારીને આ નામ રાખ્યું
2026 Festival: પંજાબમાં લોહડીનો તહેવાર
પોંગલ તહેવારનો પ્રથમ દિવસ એટલે કે પંજાબ (Punjab) માં લોહડીનો ઉત્સવ. પંજાબમાં 13 જાન્યુઆરી મંગળવારના દિવસે લોકો ઉજવણી કરશે. જેમાં લોકો ખેતરોમાં પાકેલા પાકની લણણી કરે છે. લોહડી અથવા ‘લોઈ’ નામથી પણ ઉત્સવ ઉજવવામાં આવે છે. જેમાં મકાઈ, મગફળી, તલ-ગોળની વાનગી ખાવાની પરંપરા છે. પંજાબના લોકો હોળી પ્રગટાવીને તેની પૂજા કરે છે. અને પારંપારિક ભાંગડા નૃત્ય કરીને મજા માણે છે.
![2026 Festival 02_GUJARAT_FIRST]()
2026 Festival: તમિલમાં પોંગલ
તમિલમાં ચાર દિવસનો ઉજવાતો તહેવાર એટલે પોંગલ. 4 દિવસીય આ પર્વનો બીજો દિવસ મકરસંક્રાન્તિ તરીકે ઉજવવામાં આવે છે. અને ઉત્તર ભારતમાં તેનું નામ મકરસંક્રાન્તિનું છે. આ દિવસે સ્નાનનો મહિમા છે. સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવાની સાથે સાથે દાનનું મહત્વ છે. તો ગુજરાતમાં પતંગ ઉડાવવાની પણ પરંપરા છે.
![2026 Festival 01_GUJARAT_FIRST]()
દક્ષિણ ભારત (South India) માં પ્રચલિત લોકવાયકા છે કે, ભગવાન શ્રી કૃષ્ણ (Shri Krishna) એ મકરસંક્રાંતિના આગલા દિવસે ગોવર્ધન પર્વતને ઉઠાવ્યો હતો. જ્યારે સૂર્ય ધન રાશિમાંથી નિકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. ત્યારે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.
પોંગલ, મકરસંક્રાંતિ પર્વનું મુહૂર્ત
દ્રિક પંચાંગ મુજબ, થાઈ પોંગલ અને મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી (January 14) બુધવારે બપોરે 3.13 મિનિટે છે. નોંધનીય છે કે, પોંગલના ત્રીજા દિવસને મટ્ટુ પોંગલ કહેવામાં આવે છે. આ દિવસે મુલાકાતીઓ અને મવેશીઓના સ્નાનાગાર બાદ આરામ કરવામાં આવે છે. પોંગલનો અંતિમ દિવસ કાનુમ પોંગલ છે.
![2026 Festival 03_GUJARAT_FIRST]()
ભારતમાં તહેવાર એક, નામ જુદા જુદા
ભારત વર્ષમાં પાક ઉત્સવો માટે અલગ-અલગ નામોથી ઉજવાય છે. પરંતુ તેમાં બધા તેહારોનો મૂળ ભાવ એક જ હોય છે. ભારત વર્ષમાં ફસલ ઉત્સવો અલગ-અલગ નામો અને પરંપરાઓ સાથે ઉજવવામાં આવે છે. તમામ તહેવારોની તેમની પરંપરાઓ, રીતિ-રિવાજ અને સાંસ્કૃતિક મહત્વ પણ જુદા જુદા હોય છે.
- ગુજરાતમાં મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) તરીકે ઉજવણી
- ગુજરાતમાં પાક ઉત્સવને મકરસંક્રાંતિ અથવા ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે.
- અસમમાં તેને માઘ બિહૂ અથવા ભોગલી બિહૂના નામથી ઉજવાય છે.
- ઉત્તરપ્રદેશ (Uttar Pradesh) અને બિહારમાં મકર સંક્રાન્તિના દિવસ ખીચડી બનાવવામાં આવે છે.
નોંધઃ અહીં દર્શાવેલી વિગતો સામાન્ય જાણકારી આધારિત પર છે. ગુજરાત ન્યૂઝ તેની કોઈ પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો-----Iron Man's Moral Dilemma: જ્યારે એક ૨૦ વર્ષના છોકરાએ લોખંડી પુરુષ સરદાર પટેલને કરી દીધા નિરુત્તર!
આ પણ વાંચો-----ચોરી કરવા ગયો ને વેન્ટિલેશનમાં ભરાયો! ‘ગજબ બેઈજ્જતી’નો આ વીડિયો જોઈ તમે હસવું નહીં રોકી શકો