કેન્સરના શરૂઆતી 7 સંકેત, જેને નજર અંદાજ કરવું પડી શકે છે ભારે
અમદાવાદ : શું તમે જાણો છો કે કેંસરના કેટલાક લક્ષણો એવા હોઇ શકે છે, જેને ઘણી વખત લો નજરઅંદાજ કરી દેતા હોય છે? આ લક્ષણ ધીરે ધીરે તમારા શરીરમાં મોટા ખતરાના સંકેત બની શકે છે. શરૂઆતી તબક્કામાં કેંસરના સંકેત ઓળખવા અને યોગ્ય સમયે સારવાર કરાવવી તમારા જીવનને બચાવી શકાય છે. અચાનક વજન ઘટવાથી માંડીને થકાવટનો અનુભવ થવો, ત્વચામાં પરિવર્તનથી માંડીને ગળવામાં થવાની સમસ્યાથી ખુબ જ ગંભીર હોઇ શકે છે.
1. જો તમને હંમેશા થાકનો અનુભવ થાય અને આરામ કરવા છતા પણ સારુ ન લાગે તો તે લ્યુકીમિયા અથવા હાડકાના કેન્સરની નિશાની છે.
2. જો તમારા શરીર પર રહેલા તલનો આકાર કે રંગ બદલવા લાગે તો તે સ્કીન કેન્સરના શરૂઆતી સંકેત હોઇ શકે છે. આ ઉપરાંત ત્વચા પીળી પડવી કે કાળી પડવી પણ ચિંતાનું કારણ હોઇ શકે છે.
3. જો તમને ત્રણ અઠવાડીયાથી વધારે સમય સુધી ઉધરસ રહે અને અવાજમાં ખરાશ હોય તો તે ફેફસાના કેન્સર કે ગળાના કેન્સર તરફ ઇશારો કરે છે.
4. જો તમારા શરીરના કોઇ એક હિસ્સામાં સતત દુખાવો થાય જેમ કે પીઠ અથવા પેટમાં અને તેનું કારણ ન મળે તો તે ઓવરી, પેનક્રિયાસ અથવા હાડકાના કેન્સરનો સંકેત આપી શકે છે.
5. જો તમને સતત કબજીયાત, ઝાડા કે મળના આકારમાં પરિવર્તન હોય તો તે આંતરડાના કેન્સરનો સંકેત હોઇ શકે છે. પેશાબમાં લોહી અથવા વારંવાર પેશાબ આવવું પ્રોસ્ટેટ કેન્સરના સંકેત હોઇ શકે છે.
6. જો ખાવાનું ગળવામાં સતત સમસ્યા થઇ રહી છે, તો ગળાના અથવા ઇસોફેગલ (ગળાના અંદરના ભાગ)નું કેન્સર હોવાનું સંકેત હોઇ શકે છે.
7. જો શરીરના કોઇ પણ હિસ્સામાં કોઇ ગાંઠ કે સોજો જોવા મળે તો કેન્સરનો સંકેત હોઇ શકે છે.