ShockingVideo: કારના સનરૂફમાંથી બાળકે માથું બહાર કાઢયું અને પછી જે થયું......જુઓ વીડિયો
- સોશિયલ મીડિયા પર હાલ એક બાળકનો ShockingVideo થયો છે
- કારની સનરૂફમાંથી બાળકએ માથું બહાર કાઢયું અને ઊંચા બેરિયર સાથે અથડાયો
- બાળકનું માથું તે બેરિયર સાથે જોરથી અથડાયું
નાનાં બાળકોને ઉછળકૂદ કરીને અને તોફાન મચાવવામાં ખૂબ મજા આવે છે. બાળકોની તોફાની મસ્તી એટલી બધી હોય છે કે તેઓ એ વાતની પરવા પણ નથી કરતા કે આનાથી તેમને ઈજા થઈ શકે છે. આવા સમયે માતા-પિતાએ ખૂબ જ સાવચેત રહેવું પડે છે.હાલમાં જ એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનું બાળક કારની સનરૂફમાંથી માથું બહાર કાઢીને બહારનો નજારો જોતો હોય છે. પરંતુ આગળની જ પળે તેની સાથે જે ઘટના બને છે, તે અત્યંત ભયાનક છે.
એક બાળકનો ShockingVideo થયો છે
નોંધનીય છે કે આ ઘટના શનિવાર 6 સપ્ટેમ્બર 2025ના રોજ બેગ્લુરૂમાં બની છે. વાયરલ વીડિયોમાં એક લાલ રંગની SUV કાર ચાલતી જોવા મળે છે, જેમાં એક નાનું બાળક સનરૂફમાંથી માથું બહાર કાઢીને ઊભું છે. બાળક બહારનો નજારો જોવાની અને હવાનો આનંદ માણવાની કોશિશ કરી રહ્યું હતું. પરંતુ, આગળની જ પળે કાર એક ઊંચા બેરિયર નીચેથી પસાર થઈ, અને બાળકનું માથું તે બેરિયર સાથે જોરથી અથડાયું. આ ઘટનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. વીડિયો વાયરલ થતાં જ લોકોએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. ઘણા લોકોએ કારમાં હાજર વ્યક્તિઓને આ ઘટના માટે જવાબદાર ઠેરવ્યા, કારણ કે તેઓએ બાળકને સનરૂફમાંથી માથું બહાર કાઢવા દીધું. આ ઘટનાએ માતા-પિતા અને સમાજ માટે રેડ એલર્ટ સમાન છે.
આ પણ વાંચો: vedio: રેસ્ટોરેન્ટની ચાલાકીનો યુવતીએ કર્યો પર્દાફાશ,જુઓ વીડિયો