Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દરેક 90 સેકન્ડે ભૂકંપના આંચકા થવાથી 9 દિવસ ધરતી ધ્રુજી, જાણો રહસ્ય

ભૂકંપના ઝડકા દર 90 સેકન્ડે જોવા મળતા હતાં 2023 માં વિશાળ બરફનો ભાગ ટૂટીને Fjord માં પડ્યો 650 ફૂટ ઊંચી લહેરો સતત 9 દિવસ માટે જોવા મળી હતી 650-foot mega-tsunami in Greenland : પૃથ્વી પર ગત વર્ષે એક આશ્ચર્યજનક...
દરેક 90 સેકન્ડે ભૂકંપના આંચકા થવાથી 9 દિવસ ધરતી ધ્રુજી  જાણો રહસ્ય
  • ભૂકંપના ઝડકા દર 90 સેકન્ડે જોવા મળતા હતાં
  • 2023 માં વિશાળ બરફનો ભાગ ટૂટીને Fjord માં પડ્યો
  • 650 ફૂટ ઊંચી લહેરો સતત 9 દિવસ માટે જોવા મળી હતી

650-foot mega-tsunami in Greenland : પૃથ્વી પર ગત વર્ષે એક આશ્ચર્યજનક ભૂકંપની ઘટના સામે આવી હતી. તેના કારણે સતત 9 દિવસ સુધી જમીનમાં કંપન જોવા મળ્યું હતું. ત્યારે એક શોધકર્તાએ આ ઘટના પાછળનું કારણ શોધ કાઠ્યું છું. તેમના મત પ્રમાણે ગત વર્ષ Greenland ના Fjord માં બરફના પીગળવાને કારણે આ ઘટનાનું નિર્માણ થયું હતું. તેના કારણે Greenland નજીક આવેલા સાગરમાં પાણીના સ્તરમાં વધારો થયો હતો. તો સપ્ટેમ્બર 2023 માં Greenland ના સુદૂર પૂર્વમાં ડિક્સન Fjord ની આગળ અને પાછળ ઉભી થયેલી વિશાળ લહેરોને કારણે આ ભૂકંપ પેદા થયો હતો.

Advertisement

2023 માં વિશાળ બરફનો ભાગ ટૂટીને Fjord માં પડ્યો

આ અહેવાલમાં જણાવ્યા અનુસાર, માત્ર જમીનની અંદર આવેલી પ્લેટ નહીં, પરંતુ ભૂસ્ખલન અને Mega tsunamiને કારણે પણ વિશાળ ભૂકંપ આવી શકે છે. પરંતુ તેની તીવ્રતા ઘણી ઓછી હોય છે. તે ઉપરાંત તેનો અનુભવ પણ ના બરાબર હોય છે. પરંતુ ગત વર્ષે Mega tsunamiના કારણે એક ભયાવહ ભૂકંપનું નિર્માણ થયું હતું. જોકે આ ઘટનાને શરૂઆતમાં તમામ વૈજ્ઞાનિકોને સ્તબ્ધ કરી દીધા હતાં. દરેક વૈજ્ઞાનિક માટે આ ઘટના એક સહસ્યમય સાબિત થઈ હતી. પરંતુ સપ્ટેમ્બર 2023 માં 882 મિલિયન ક્યૂબિક ફૂટ ઊંચો બરફનો ભાગ ટૂટીને Fjord માં પડ્યો હતો.

આ પણ વાંચો: ધરતીને મળશે નવો ચંદ્ર! શું Mini Moon ને ભારતથી જોઈ શકાશે?

Advertisement

ભૂકંપના ઝડકા દર 90 સેકન્ડે જોવા મળતા હતાં

તેના કારણે સાગરમાં 650 ઊંચી લહેરો ઉઠી હતી. Fjord ના સાગરમાં ઉઠેલી લહેરોએ 65 કિમી દૂર આવેલા 10 થી 12 ફૂટ ઊંચા એક રિસર્ચ બેસને તબાહ કરી નાખ્યું હતું. જોકે સપ્ટેમ્બરમાં જ્યારે Mega tsunami ની અંગે સંશોધન કરવામાં આવ્યું હતું, ત્યારે તેમાં ભૂકંપ જેવા કોઈ સંકેત જોવા ન હતાં. તે ઉપરાંત આ ભૂકંપના નાના-મોટા ઝડકા દર 90 સેકન્ડે આ વિસ્તારમાં જોવા મળતા હતાં. તો એક ખાસ સંશોધન હથ ધરવામાં આવ્યું હતું. તેની અંદર અનેક ચોંકાવનારી ઘટનાઓ સામે આવી હતી.

Advertisement

650 ફૂટ ઊંચી લહેરો સતત 9 દિવસ માટે જોવા મળી હતી

ત્યારે તાજેતરમાં માલૂમ પડ્યું હતું કે, Greenland ના Fjord માં બરફ પીગળવાને કારણે 650 ફૂટ ઊંચી લહેરો સતત 9 દિવસ માટે જોવા મળી હતી. જોકે ઈતિહાસમાં પહેલીવાર આ ઘટના સામે આવી હતી. જોકે આ સમગ્ર ઘટના જળવાયુ પરિવર્તનને કારણે થઈ હતી. તે ઉપરાંત આગામી દિવસોમાં પણ આવી ઘટનાનું નિર્માણ થઈ શકે છે, તેને લઈ વૈજ્ઞાનિકો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Spacewalk અંતરિક્ષના ઈતિહાસમાં પહેલીવાર કર્યું સામાન્ય માણસે, જુઓ...

Tags :
Advertisement

.