પરિણીત મહિલાએ AstroTalkને પૂછ્યું કે તેના લગ્ન ક્યારે થશે....., જવાબ સાંભળી તમે પણ ચોંકી જશો
- એક મહિલાએ AstroTalk એપ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે
- મહિલાએ સોશિયલ મીડિયા પર પોતાનો અનુભવ શેર કર્યો
- એપનો રિસ્પોન્સ જોઈને મહિલા આશ્ચર્યચકિત થઈ ગઈ
AstroTalk app accused of fraud : નોકરીઓ અને ડેટિંગ જેવા વિષયો પર યુવાનોને આગાહીઓ આપતી કંપની Astrotalk આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. હાલમાં જ એક મહિલાએ આ એપ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. મહિલાએ સોશિયલ મીડિયા પર પોતાનો અનુભવ શેર કર્યો, જેના પછી લોકો ખૂબ મજા કરી રહ્યા છે. વાસ્તવમાં, એક પરિણીત મહિલાએ એપ પર આપવામાં આવેલી ફ્રી ચેટ સુવિધાનો લાભ લીધો હતો અને તેના લગ્નની તારીખ વિશે પ્રશ્ન પૂછ્યો હતો. એપનો રિસ્પોન્સ જોઈને મહિલા આશ્ચર્યચકિત થઈ ગઈ.
એપે ઓનલાઈન ચેટ કરવાનુ બંધ કરી દીધુ
મહિલાએ દાવો કર્યો છે કે તે પરિણીત હોવા છતાં, એપે તેના લગ્નની આગાહી કરી હતી. જ્યારે તેણીએ એપમાંથી જવાબ આપનાર વ્યક્તિને કહ્યું કે, તે પહેલાથી જ પરિણીત છે, ત્યારે સામેથી એપે ઓનલાઈન ચેટ કરવાનુ બંધ કરી દીધુ. મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું, “આટલી બધી પ્રસિદ્ધિ જોયા પછી, મેં Astrotalk એપ ઇન્સ્ટોલ કરી હતી. સાઇન અપ કર્યા પછી તમને 10 મિનિટ મફત ચેટ મળે છે. તેણીએ પૂછ્યું કે, હું કઈ ઉંમરે લગ્ન કરીશ. સામેથી જવાબ આવ્યો કે 3 વર્ષ પછી. મેં કહ્યું, 'પણ હું તો પહેલેથી જ પરિણીત છું.' તેણે ચેટ કરવાનુ બંધ કરી દીધુ અને હવે હું મારી બાકીની 5 મિનિટનો ઉપયોગ કરી શકતી નથી."
આ પણ વાંચો : બ્રાઝિલની Pornstar નું શૂટિંગ સમયે બાલ્કનીથી પડી જતા મોત
કંપની સચોટ પરિણામો આપવાનો દાવો કરે છે
સોશિયલ મીડિયા પર આ પોસ્ટ પર લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકોએ એપનું સમર્થન પણ કર્યું છે અને કહ્યું છે કે જ્યોતિષ શાસ્ત્ર ખરેખર કામ કરે છે. આના પર મહિલાએ જવાબ આપ્યો, "મને ખાતરી છે કે તમે સાચા છો પરંતુ Astrotalk ના કર્મીઓ લોકોને છેતરે છે." એસ્ટ્રોટોક વેબસાઇટ અનુસાર, કંપની પાસે 13000 થી વધુ વૈદિક જ્યોતિષીઓ, ટેરોટ રીડર્સ, અંકશાસ્ત્રીઓ, વાસ્તુ નિષ્ણાતો છે. કંપનીનો દાવો છે કે, તે સચોટ અને સારી રીતે સંશોધન કરેલ જ્યોતિષીય પરિણામો પ્રદાન કરે છે.
લોકો મજા લઈ રહ્યા છે
આ ઘટનાને લઈને લોકો સોશિયલ મીડિયા પર પણ ખૂબ મજા લઈ રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું, “સ્ટાર્સ પ્લોટ ટ્વિસ્ટથી આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેણે કોલ-આઉટની આગાહી કરવી જોઈતી હતી. જ્યારે બીજા યુઝરે કહ્યું, “દેખીતી રીતે તેની પાસે કોઈ જ્ઞાન નથી!” અન્ય એક યુઝરે લખ્યું, “જો હું જ્યોતિષ હોત તો કહેતો કે, તમે ફરીથી લગ્ન કરવા જઈ રહ્યા છો.
આ પણ વાંચો : યમરાજ સાથે થપ્પો રમતા Aunty ! રેલ્વે ટ્રેક ક્રોસ કરતો વીડિયો વાયરલ