ચીટિંગનો એક નવો કીમિયો! દિલ્હી મેટ્રોમાં એક છોકરીએ ખુલ્લેઆમ કર્યુ ફ્રોડ
- ચીટિંગનો એક નવો કીમિયો
- 20 વર્ષની છોકરીએ કર્યુ ચીટિંગ
- સ્ટોરી ઈન્ટરનેટ પર વાયરલ થઈ
Delhi MetroCheating: ચોર અને લૂંટારાઓ એટલા હોશિયાર થઈ ગયા છે કે તેઓ હવે લોકોની લાગણીઓ સાથે રમીને તેમની સાથે ચીટિંગ કરી રહ્યા છે. તેઓ લોકો સમક્ષ એટલી પરફેક્ટ સ્ટોરી રજૂ કરે છે કે સામેની વ્યક્તિને બિલકુલ શંકા ન જાય અને વ્યક્તિ આપમેળે ફસાઈ જાય. આને લગતી એક ઘટના આજકાલ લોકોમાં ચર્ચાઈ રહી છે. જ્યાં એક વ્યક્તિએ જણાવ્યું કે કેવી રીતે એક માસૂમ દેખાતી છોકરીએ તેની સાથે ચીટિંગ કરી. જ્યારે આ આખી ઘટના લોકોમાં વાયરલ થઈ, ત્યારે તેઓએ કહ્યું કે હવે મદદ કરવાનો જમાનો જ નથી રહ્યો.
20 વર્ષની છોકરીએ પૈસા પડાવી લીધા
આજના સમયમાં મેટ્રો એક એવું માધ્યમ બની ગયું છે કે જેનો ઉપયોગ દરેક વ્યક્તિ કરે છે અને હવે જો જોવામાં આવે તો આ જગ્યા સ્કેમર્સની ફેવરિટ બની ગઈ છે. જ્યાં લોકો સરળતાથી કોઈને પણ મૂર્ખ બનાવી રહ્યા છે અને છેતરપિંડી કરી રહ્યા છે. આવી જ એક ઘટનામાં, એક વ્યક્તિએ કહ્યું કે કેવી રીતે 20 વર્ષની છોકરીએ તેને મૂર્ખ બનાવીને કાશ્મીરી ગેટ મેટ્રો પર તેની પાસેથી પૈસા પડાવી લીધા. જ્યારે આ સ્ટોરી ઈન્ટરનેટ પર વાયરલ થઈ તો લોકોએ તેના પર કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું.
આ પણ વાંચો : Viral Video: એક તરફ ભૂકંપથી ધ્રુજી રહી હતી ધરતી, ડોક્ટરોએ જોખમ લઈ કરાવી મહિલાની ડીલીવરી
તે માણસે પોતાની પોસ્ટમાં લખ્યું કે, હું કાશ્મીરી ગેટ મેટ્રો સ્ટેશન પર હતો. આ દરમિયાન, અચાનક એક 20 વર્ષની યુવતી મારી પાસે આવી અને કહ્યું કે, મારૂ પર્સ ખોવાઈ ગયું છે અને મને 700 રૂપિયાની જરૂર છે. જેથી હું મારા ઘરે પહોંચી શકું. તેણીએ કહ્યું કે મારે આટલા પૈસાની જરૂર એટલા માટે છે કેમ કે મારે રાજીવ ચોકથી માનેસર જવા માટે ટેક્સી પકડવાની છે. મેં તેને કહ્યું કે તમે તમારો નંબર આપો, તો તેણીએ કહ્યું કે મારા પતિની માનસિકતા થોડી ખરાબ છે, તેઓ શક કરે છે. જેના કારણે હું મારો નંબર તમારી સાથે શેર કરી શકતી નથી.
આજ સુધી પૈસા પાછા નથી મળ્યા
છોકરીએ મોંઘો આઈફોન અને કપડાં પહેર્યા હતા. આ સાથે તેમણે પોસ્ટમાં લખ્યું કે હું એક એવો માણસ છું જે હંમેશા લાગણીઓમાં ડૂબી જવાને બદલે ગંભીરતાથી વિચારવાનો પ્રયાસ કરે છે, પરંતુ જ્યારે તેમણે મને કહ્યું કે કૃપા કરીને મારા પર વિશ્વાસ કરો હું સાંજ સુધીમાં તમારા પૈસા પાછા આપી દઈશ. છોકરીની વાત સાંભળીને હું રાજી થઈ ગયો અને મેં તેને મદદ કરી. જોકે, આજ સુધી આ પૈસા મને પાછા મળ્યા નથી.
આ પણ વાંચો : જીગ્નેશ કવિરાજે હાર્દિક પંડ્યા સાથે માણી મોજ....ફોટો-વીડિયો થયા વાયરલ