પતિ સાથે હોસ્પિટલ આવેલી મહિલાને કોન્સ્ટેબલ બાથરૂમમાં લઇ ગયો અને...
- રાંચીની રિમ્સ હોસ્પિટલમાં દુષ્કર્મની ઘટનાથી હડકંપ
- રાંચીની સૌથી મોટી હોસ્પિટલ છે રિમ્સ હોસ્પિટલ
- મહિલા પતિ સાથે કંપાઉન્ડમાં સુતી હતી ત્યારે દુર્ઘટના
રાંચી : રિમ્સ હોસ્પિટલમાં એક મહિલા સાથે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આરોપી એક સૈપ જવાન છે જેની ધપકડ કરી લેવાઇ છે. પીડિતા પોતાના પતિ સાથે સારવાર માટે હોસ્પિટલ આવી હતી.
ઝારખંડમાં રિમ્સ હોસ્પિટલમાં એક મહિલા સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. જેનો આરોપ છે કે સૈપ જવાને તેના પર દુષ્કર્મ કર્યું. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. આ ઘટના ઝારખંડના સૌથી મોટા સરકારી હોસ્પિટલમાં થઇ હતી. પીડિતા પોતાના પતિ સાથે સારવાર માટે આવી હતી. રિમ્સ હોસ્પિટલમાં દુષ્કર્મનો મામલો સામે આવતા પોલીસ પણ દોડતી થઇ છે.
બરિયાતુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજ્યના સૌથી મોટી રિમ્સ હોસ્પિટલમાં એક મહિલા સાથે દુષ્કર્મ થયું છે. ચતરાની રહેવાસી મહિલા પોતાના પતિ સાથે દવા લેવા માટે રિમ્સ હોસ્પિટલ આવી હતી. મોડી રાત હોવાના કારણે પતિ પત્નિ રિમ્સ પરિસરમાં જ રોકાઇ ગયા હતા. જો કે ગુરૂવારે મોડી રાત્રે એક સૈપ જવાને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આરોપી સૈપ જવાનને જેલ મોકલાયો
આ મામલે માહિતી મળ્યા બાદ મહિલાના પતિએ બરિયાતૂ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ બરિયાતુ પોલીસ દ્વારા આરોપી જવાન સંતોષ કુમાર બારલાની ધરપકડ કરી લીધી છે. ત્યાર બાદ આરોપી જવાનને પણ જેલ મોકલી દેવાયો છે.
મહિલા પતિ સાથે રિમ્સ આવી હતી.
મહિલા પોતાના પતિની ચાલી રહેલી સારવારની દવા લેવા માટે રિમ્સ આવી હતી. જો કે મોડી રાત થયા બાદ પતિ-પત્ની બંન્ને રિમ્સ પરિસરમાં જ સુઇ ગયા હતા. આ દરમિયાન સૈપ જવાને મહિલાને કોઇ પણ રીતે લલચાવી હતી. ત્યાર બાદ તેનો ફાયદો ઉઠાવ્યો હતો. સૈપ જવાન સંતોષ કુમાર બારલા મહિલાને રિમ્સ હોસ્પિટલના ધાબે લઇ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.


