ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Shocking Video: હિરોગીરીના ચક્કરમાં યુવકે જીવ જોખમમાં મૂક્યો

એક યુવક હીરોગીરી બતાવવા માટે પુલ પરથી બાઇક લઇને નીકળવાનો પ્રયત્ન કરે છે અને જે સ્થિતિ સર્જાય છે તમે જોઇને આશ્ચર્યચક્તિ થઇ જશો
09:36 PM Aug 04, 2025 IST | Mustak Malek
એક યુવક હીરોગીરી બતાવવા માટે પુલ પરથી બાઇક લઇને નીકળવાનો પ્રયત્ન કરે છે અને જે સ્થિતિ સર્જાય છે તમે જોઇને આશ્ચર્યચક્તિ થઇ જશો
Shocking Video

દેશમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. અનેક રાજ્યમાં ભારે વરસાદના લીધે  હાલ પૂરની સ્થિતિની નિર્માણ પામી છે. આ વરસાદી સિઝનમાં એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. મુશળધાર વરસાદના લીધે પુલ પર પાણી વહી રહ્યું છે ત્યારે એક યુવક હીરોગીરી બતાવવા માટે પુલ પરથી બાઇક લઇને નીકળવાનો પ્રયત્ન કરે છે અને જે સ્થિતિ સર્જાય છે તમે જોઇને આશ્ચર્યચક્તિ થઇ જશે. સોશિયલ મીડિયા પર આ યુવકનો હાલ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયો જોયા પછી તમે દંગ રહી જશો

વીડિયોમાં, તમે જોઈ શકશો કે એક યુવક બાઇક પર એક પુલ પર જાય છે, જેના પર પાણી ખૂબ જ ઝડપથી વહી રહ્યું છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તે યુવક જાણી જોઈને આવું કરે છે. તે તેનો વીડિયો પણ બનાવતો જોવા મળે છે. કદાચ તે યુવક આ વીડિયો બનાવીને રીલ્સ તરીકે શેર કરવા માંગતો હતો. આ યુવક માટે મોંઘુ સાબિત થયું. તમે જોઈ શકશો કે આવું કરવાથી યુવકનો જીવ જોખમમાં છે. તે યુવકનું નસીબ હતું કે તેનો જીવ બચી ગયો.

વીડિયોમાં જોઈ શકાય છે કે યુવકનો જીવ બચી ગયો પણ તેની બાઇક પાણીના જોરદાર પ્રવાહમાં વહી ગઈ છે. તે બાઇકનું સંતુલન જાળવી શકતો નથી. તમે વીડિયો બનાવનાર વ્યક્તિની નજીક કોઈને બૂમો પાડતા સાંભળી શકો છો, 'અરે તેને પકડો, અરે તેને પકડો'. તેને એમ પણ કહેતા સાંભળી શકાય છે કે, 'બાઇક ગઈ,  આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો:  Viral Video : શા માટે નાના બાળકોએ મોબાઈલ ન વાપરવો જોઈએ ? નાના બાળકોએ જ આપેલા જવાબો થયા વાયરલ

Tags :
Shocking VideoViralviral vedio
Next Article