Heart Attack:બહેનના લગ્નનાં હરખમાં ડાન્સ કરતી યુવતી અચાનક ઢળી પડી, જુઓ હચમચાવે એવો Video
- ખુશીના પ્રસંગમાં હાર્ટ એટેકે માતમ ફેલાવ્યો
- લગ્નમાં નાચતાં નાચતાં છોકરીને હાર્ટ એટેક
- ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
Heart Attack:ફરી એક વાર ખુશીના પ્રસંગમાં હાર્ટ એટેકે (Heart Attack)માતમ ફેલાવ્યો હતો અને એક આશાસ્પદ છોકરીનું જીવન હણી લીધું હતું. એમપીના વિદિશામાં બહેનના લગ્નમાં નાચતાં નાચતાં છોકરીને હાર્ટ એટેક આવતાં સ્ટેજ પર દર્દનાક મોત થયું હતું. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
હાર્ટ એટેક આવતાં સ્ટેજ પર ઊંધા મોંએ પડી પરિણીતા
પરિણીતા જૈન નામની યુવતી બહેનના લગ્નમાં વિદિશામાં આવી હતી અને લગ્નની આગલી સાંજે ઘેર પાર્ટી ગોઠવી હતી જેમાં તે નાચી હતી પરંતુ નાચતાં નાચતાં હાર્ટ એટેક આવતાં તે ઊંઘા મોંએ સ્ટેજ પર પડી હતી અને ત્યાં જ મોત થયું હતું. આ ઘટના બાદ લગ્નપ્રસંગમાં માતમ છવાયો હતો.
આ પણ વાંચો -આને કહેવાય 36 ગુણ મળ્યા! ભોજપુરી ગીત પર વર-વધૂએ ધૂમ મચાવી જુઓ Viral Video
વીડિયો વાયરલ
આ પ્રસંગનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં છોકરીનું દર્દનાક મોત જોઈ શકાય છે. આ પ્રસંગે ફરી એક વાર સાબિત કર્યું છે કે હાર્ટ એટક ગમે ત્યારે ટાર્ગેટ બનાવી શકે છે માટે હાર્ટનું ધ્યાન રાખવું જરુરી છે.
આ પણ વાંચો -VIRAL NEWS : પત્નીએ કોરિયન પતિની હિંદીની પરીક્ષા લીધી, તગડા સ્કોર સાથે પાસ
હૃદય હુમલાનું નિવારણ
જો કે, જો આ સ્થિતિ અચાનક થાય છે, તો ફક્ત તબીબી સહાય અને CPR જ તાત્કાલિક બચાવમાં મદદ કરી શકે છે, પરંતુ જીવનશૈલી તેની ઘટનામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, તેથી તમારા માટે તમારી જીવનશૈલીને યોગ્ય રાખવી મહત્વપૂર્ણ છે.
- તમારે સ્વસ્થ અને સંતુલિત આહાર લેવો જોઈએ.
- કસરત કરો.
- દારૂ અને ધૂમ્રપાન જેવી વસ્તુઓ ટાળો.
- પૂરતી ઊંઘ લો.
- તમારા વજનને નિયંત્રણમાં રાખો