Aamir Khan નો રોડ પર વડાપાવ બનાવતો વીડિયો થયો વાયરલ, ફેન્સે આપી મિશ્ર પ્રતિક્રિયા
- Aamir Khan એ દાદરમાં રોડ પર બનાવ્યું વડાપાવ
- આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે
- યુઝર્સ આ ઘટના પર આપી રહ્યા છે મિશ્ર પ્રતિક્રિયા
- કેટલાકે અપકમિંગ ફિલ્મ માટે પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો છે
- Aamir Khan ની અપકમિંગ ફિલ્મ છે સીતારે જમીન પર
Aamir Khan : બોલિવૂડના પરફેક્ટનિસ્ટનો વડાપાવ બનાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મુંબઈના દાદર વિસ્તારમાં આમિર ખાન (Aamir Khan) એ રોડ પર વડાપાવ બનાવ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલમ મીડિયામાં વાયરલ (Viral) થઈ રહ્યો છે. જો કે દર્શકો, ફેન્સ અને નેટિઝન્સે આ વીડિયો પર મિશ્ર પ્રતિક્રિયા આપી છે. જેમાં કેટલાકે તો અપકમિંગ ફિલ્મ માટે પબ્લિસિટી સ્ટંટ (publicity stunt) પણ ગણાવ્યો છે.
દાદરનો વીડિયો
બોલિવૂડના પરફેક્ટનિસ્ટ આમિર ખાન (Aamir Khan) એ મુંબઈના દાદરમાં રોડ વડાપાવ બનાવ્યું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આમિર ખાન જાતે પાવની અંદર વડુ અને ચટણી મુકી રહ્યો છે. આ સમયે આમિરની સાથે ઉભેલા એક સખ્શે વડાપાવમાં લીલું મરચું મુકવા મુદ્દે પણ સવાલ કર્યો હતો. આ આખી ઘટનામાં Aamir Khan હળવી પળો માણતો જોવા મળી રહ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુઝર્સ મિશ્ર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આમિર ખાનની અપકમિંગ ફિલ્મ સીતારે જમીન પર 20મી જૂને રિલીઝ થઈ રહી હોવાથી નેટિઝન્સ આ ઘટનાને એક પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યા છે.
View this post on Instagram
યુઝર્સની મિશ્ર પ્રતિક્રિયા
Aamir Khan દાદરમાં રોડ પર વડાપાવ બનાવી રહ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર યુઝર્સ, ફેન્સ અને નેટિઝન્સ મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આમિર સરે એક પાવમાં કેમ 2 વડા મુકી દીધા છે ? બીજા યુઝરે લખ્યું કે, આમિરે વડાપાવ બનાવતી વખતે હાથના મોજા કેમ નથી પહેર્યા ? ત્રીજા એક યુઝરે લખ્યું કે, અપકમિંગ ફિલ્મ માટે પબ્લિસિટી સ્ટંટ છે. ચોથા યુઝરે લખ્યું કે, લાલ સિંઘ આલૂ ગોંદા. આમ, યુઝર્સ આમિર ખાન દ્વારા રોડ પર વડાપાવ બનાવવાથી સંપૂર્ણપણે ખુશ થવાને બદલે તેને ક્રિટિસાઈઝ પણ કરી રહ્યા છે. સૌ કોઈ જાણે છે કે આમિર ખાન ફિલ્મ પ્રમોશન કરવામાં અવ્વલ છે. તેથી આ ઘટનાના વીડિયો પર આમિર ખાનને મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે.
આ પણ વાંચોઃ 50 વર્ષની ઉંમરે પણ કેમ સિંગલ છે Ameesha Patel? લગ્ન ન કરવા પાછળનું આ છે ખાસ કારણ
અપકમિંગ ફિલ્મ છે સીતારે જમીન પર
આમિર ખાનની અપકમિંગ ફિલ્મ સીતારે જમીન પર (Sitare Zameen Par) છે. જેમાં તેણે દિવ્યાંગ બાળકોની બાસ્કેટબોલ ટીમના કોચની ભૂમિકા ભજવી છે. આર.એસ. પ્રસન્ના દ્વારા દિગ્દર્શિત 'સિતારે જમીન પર'માં જેનેલિયા દેશમુખ અને નવા કલાકારો નમન મિશ્રા, ઋષિ શહાની, આરુષ દત્તા, ગોપી કૃષ્ણન વર્મા, વેદાંત શર્મા, ઋષભ જૈન, આશિષ પેંડસે, સંવિત દેસાઈ, સિમરન મંગેશકર અને આયુષ ભણસાલી પણ છે. આ ફિલ્મ 20 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
આ પણ વાંચોઃ 'ફરીથી વિચારો' હેરાફેરી 3 માં પાછા ફરવાના પ્રશ્ન પર પરેશ રાવલે આપ્યો જવાબ, કહ્યું- 'ત્રણ હીરો છે'