Abhinav Arora viral video : કોણ છે 10 વર્ષનો અભિનવ અરોરા? જેણે ખરીદી કરોડોની પોર્શે
- વિવાદાસ્પદ આધ્યાત્મિક વકતા અભિનવ અરોરાનો વીડિયો વાયરલ (Abhinav Arora viral video)
- અભિનવ કરોડો રૂપિયાની પોર્શ કારમાં જોવા મળતા લોકોમાં ચર્ચા
- લોકોએ કહ્યું, આટલી મોંઘી કાર નાના બાળક પાસેથી આવી ક્યાંથી?
Abhinav Arora viral video : દેશના વિવાદાસ્પદ આધ્યાત્મિક વક્તા અભિનવ અરોરા ફરી એકવાર ચર્ચામાં છે. 10 વર્ષના આ બાળ ગુરુનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કરોડો રૂપિયાની લક્ઝરી કારમાં સવારી કરતો અને સંદેશ આપતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ફરી એકવાર વિવાદ સર્જ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, આટલી નાની ઉંમરના બાળક પાસે આટલી મોંઘી ગાડી ક્યાંથી આવી?
વાયરલ વીડિયો અંગે લોકોએ કરી ટીકા (Abhinav Arora viral video)
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં અભિનવ અરોરા પરંપરાગત પીળા રંગના કુર્તા અને કપાળ પર લાલ તિલક સાથે એક ચમકતી સ્પોર્ટ્સ કારમાં બેઠેલો જોવા મળે છે. તેના સ્વાગતમાં લોકો ફૂલોની માળા સાથે ઉભા છે. આ દૃશ્ય કેટલાક લોકોને પ્રભાવિત કરતું હોવા છતાં, મોટાભાગના યુઝર્સે તેની આકરી ટીકા કરી છે.
યૂઝર્સે આપી પ્રતિક્રિયા (Abhinav Arora viral video)
એક યુઝરે લખ્યું, "10 વર્ષનો બાળક અને આટલી મોંઘી કાર? આ પૈસા ક્યાંથી આવી રહ્યા છે?" અન્ય લોકોએ તેની આધ્યાત્મિક છબી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, શું આ બધું તેના ધર્મના નામે પૈસા કમાવવાનો એક ભાગ છે?
પહેલા પણ થયો હતો વિવાદ
ભારતમાં પોર્શ જેવી લક્ઝરી સ્પોર્ટ્સ કારની કિંમત રુ.96 લાખથી શરૂ થઈને રુ.4 કરોડ સુધી હોઈ શકે છે, જે આ ખરીદીને અત્યંત મોંઘી બનાવે છે. આ પહેલા પણ અભિનવ અરોરાને મર્સિડીઝ કારમાં જોવામાં આવ્યો હતો. આ વિડિયો વાયરલ થયા બાદ લોકો તેના પરિવારની આર્થિક સ્થિતિ અને આટલી મોંઘી ખરીદીના સ્ત્રોતો પર સવાલ ઉઠાવી રહ્યા છે.
અભિનવના પિતાએ કર્યો હતો દાવો
અભિનવના પિતા તરુણ રાજ અરોરાએ અગાઉ દાવો કર્યો હતો કે તેમના સોશિયલ મીડિયા ચેનલો મોનેટાઇઝ થયેલા નથી અને તેઓ કોઈ પ્રચાર માટે પૈસા લેતા નથી, પરંતુ આ નવા વીડિયોએ તે દાવાઓ પર શંકા ઊભી કરી છે. આ વિવાદો છતાં, અભિનવ અરોરાના યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે, જ્યાં તે ભક્તિ અને આધ્યાત્મિક કન્ટેન્ટ શેર કરે છે.
આ પણ વાંચો : ગુરુદ્વારા પહોંચેલા નીતા અંબાણીનો નો મેકઅપ લુક ચર્ચામાં, યૂઝર્સે કહ્યું, પૈસાથી સુંદરતા ન મળે!