સાવધાન! વર્ષો સુધી ચાલશે વરસાદ અને ડૂબી જશે દુનિયા? ઘાનાના એબો જીજસના દાવાથી ફફડાટ
ઘાનાના સ્વ-ઘોષિત પયગંબર એબો નોહે વર્ષ 2026 માટે એક ભયાનક ભવિષ્યવાણી કરીને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે. તેમના દાવા મુજબ, પૃથ્વી પર વર્ષો સુધી અવિરત વરસાદ ચાલશે, જે વિનાશક વૈશ્વિક પૂર લાવશે. આ આફતથી બચવા માટે તેઓ 'દૈવી સંદેશ' મુજબ 8 મોટી હોડીઓ બનાવી રહ્યા છે. જોકે, વૈજ્ઞાનિક પુરાવા વિનાની આ આગાહીને લોકો ભ્રામક અને અફવા ગણાવી રહ્યા છે.
Advertisement
- પૃથ્વી પર મહાપ્રલયની ભયાનક ભવિષ્યવાણી (Abo Noah Global ProphecyAbo Noah Global Prophecy)
- વર્ષો સુધી ચાલનારા વરસાદ અને વૈશ્વિક પૂરની આગાહી
- ઘાનાના શખ્સે બચાવ માટે 8 હોડીઓ બનાવવાનું શરૂ કર્યું
- સોશિયલ મીડિયા પર 'એબો જીસસ'ના દાવાથી ભારે ફફડાટ
- ભગવાને હોડી બનાવવા વધુ સમય આપ્યાનો નવો દાવો
Abo Noah Global Prophecy : દુનિયામાં અવારનવાર વિચિત્ર ભવિષ્યવાણીઓ થતી રહે છે, પરંતુ હાલમાં ઘાનાના એક સ્વ-ઘોષિત પયગંબર એબો નોહ (Abo Noah) એ કરેલા દાવાએ સોશિયલ મીડિયા પર ગભરાટ અને ચર્ચાનું વાતાવરણ ઉભું કર્યું છે. 'એબો જીસસ' તરીકે જાણીતા આ શખ્સે દાવો કર્યો છે કે ટૂંક સમયમાં પૃથ્વી પર મહાપ્રલય આવશે અને વર્ષો સુધી અવિરત વરસાદ ચાલશે.

