Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

AI Pigeon Defense : કબૂતરો ભગાડવાનું કામ પણ હવે ટેક્નોલોજી કરશે !

AI Pigeon Defense હવે કબૂતરોની સમસ્યમાંથી મુક્તિ અપાવશે, આ AI સિસ્ટમની સૌથી ખાસ વાત તેની લવચીકતા છે. આનો અર્થ થયો કે, તે કબૂતરો પૂરતું મર્યાદિત નથી. પોસ્ટ અનુસાર, જો જરૂર પડે તો, આ સિસ્ટમ ખિસકોલી, બિલાડી જેવા પ્રાણીઓને પણ ઓળખી શકે છે. આનો અર્થ એ થયો કે, ભવિષ્યમાં, લોકો તેમના ઘરની સુરક્ષા અને સ્વચ્છતા માટે આવી AI નો ઉપયોગ કરી શકશે.
ai pigeon defense   કબૂતરો ભગાડવાનું કામ પણ હવે ટેક્નોલોજી કરશે
Advertisement
  • AI Pigeon Defense હવે કબૂતરોની સમસ્યમાંથી મુક્તિ અપાવશે
  • યુવકની રચનાત્મકતાની ઇન્ટરનેટ પર વાહવાહી થઇ રહી છે
  • ઘરના નાના કામો પણ હવે AI કરવા જઇ રહ્યું હોવાની ઘટના

AI Pigeon Defense : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે ફક્ત મોટી કંપનીઓ, રોબોટ્સ કે ચેટબોટ્સ સુધી મર્યાદિત નથી રહ્યું. હવે લોકો પોતાની રોજિંદી સમસ્યાઓ ઉકેલવા માટે AI નો ઉપયોગ કરવા લાગ્યા છે. તાજેતરમાં, એક વ્યક્તિએ એવી AI સિસ્ટમ બનાવી, જે કબૂતરો બાલ્કનીમાં આવતાની સાથે જ તેમને ઓળખી લે છે, અને તેમના પર આપમેળે પાણી છાંટે છે. આ અનોખા જુગાડે સોશિયલ મીડિયા પર લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે (Social Media - Viral Video).

AI Pigeon Defense, સ્માર્ટ સિસ્ટમ વિકસાવી

સોશિયલ મીડિયામાં મુકેલી એક પોસ્ટમાં જણાવાયું છે કે, કબૂતરો વારંવાર માણસની બાલ્કનીમાં માળો બનાવે છે. આનાથી પરેશાન થઈને, કોઈ સરળ ઉકેલ અપનાવવાને બદલે, તેમણે AI ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. એક સ્માર્ટ સિસ્ટમ વિકસાવી છે, જે કબૂતરોને ઓળખતાની સાથે જ તેમના પર પાણી છાંટી દે છે. આ આખી સિસ્ટમ આપમેળે કામ કરે છે, અને તેમાં માણસોને કંઈ કરવાની જરૂર નથી.

Advertisement

આ પણ વાંચો - Viral Video : યુક્રેનિયન મહિલાએ પહેલીવાર Hajmola ચાખી, આપ્યા એવા એક્સપ્રેશન કે યુઝર્સનું હસવું ન રોકાયું!

Advertisement

AI Pigeon Defense, પક્ષી જોતા જ વોટરગન એક્ટિવ

આ સિસ્ટમમાં USB કેમેરા અને Orange Pi 5 નામનું નાનું કમ્પ્યુટર છે. કેમેરા બાલ્કની પર સતત નજર રાખે છે. કેમેરા કબૂતર જોતા જ, AI મોડેલ YOLO World V2 તેને ઓળખી લે છે. આ પછી, મોટર સાથે જોડાયેલી વોટર ગન કબૂતર તરફ ફરે છે, અને તરત જ પાણીનો છંટકાવ કરે છે. આ સિસ્ટમ બે સર્વો મોટર્સ, ટ્રાન્ઝિસ્ટર, રેઝિસ્ટર અને બેટરી સંચાલિત મોડિફાઇડ વોટર ગનનો ઉપયોગ કરે છે.

અન્ય પ્રાણીઓ માટે પણ ઉપયોગી

આ AI સિસ્ટમની સૌથી ખાસ વાત તેની લવચીકતા છે. આનો અર્થ થયો કે, તે ફક્ત કબૂતરો પૂરતું મર્યાદિત નથી. પોસ્ટ અનુસાર, જો જરૂર પડે તો, આ સિસ્ટમ ખિસકોલી, બિલાડી, રેકૂન જેવા અન્ય પ્રાણીઓને પણ ઓળખી શકે છે. આનો અર્થ એ થયો કે, ભવિષ્યમાં, લોકો તેમના ઘરની સુરક્ષા અને સ્વચ્છતા માટે આવી AI સિસ્ટમનો વધુ ઉપયોગ કરી શકશે.

નાના કામો પણ AI કરશે

આ પોસ્ટ વાયરલ થયા પછી, લોકોએ ઇન્ટરનેટ પર રમુજી કોમેન્ટ્સ આપી હતી. ઘણા યુઝર્સે કહ્યું કે, હવે AI એ બાલ્કની મેનેજમેન્ટ અને પેસ્ટ કંટ્રોલમાં પણ પ્રવેશ કરી લીધો છે. કેટલાક લોકોએ તેને ખૂબ જ સર્જનાત્મક વિચાર ગણાવ્યો, જ્યારે ઘણા યુઝર્સે મજાકમાં કહ્યું કે, ભવિષ્યમાં, AI નાના ઘરના કાર્યો પણ સંભાળવાનું શરૂ કરશે.

ટેક્નોલોજીનો ઉપયોગ વધ્યો

નિષ્ણાતો માને છે કે, હવે, સસ્તા કમ્પ્યુટર, કેમેરા અને ઓપન-સોર્સ AI ટૂલ્સને કારણે, સામાન્ય લોકો પણ ઘરે બેઠા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે. જે ટેકનોલોજી પહેલા મોટી લેબ અને કંપનીઓ સુધી મર્યાદિત હતી, તે હવે લોકોને તેમની રોજિંદી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરી રહી છે.

આ પણ વાંચો - Medical Miracle : મહિલાની 5 દિવસમાં 4 વખત ડિલિવરી, તબીબો હેરાન !

Tags :
Advertisement

.

×