Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Air Conditioner : એસી વાપરો પણ ‘સીફત’થી

શું તમે જાણો છો કે AC નો સ્લીપ મોડ (Sleep Mode) કેવી રીતે કામ કરે છે? જાણો રાત્રે એસી વાપરવાની સાચી રીત, જેનાથી વીજળીનું બિલ પણ ઘટશે અને ઊંઘ પણ સારી આવશે. સ્માર્ટ એસી ફીચર્સ વિશેની સંપૂર્ણ માહિતી
air conditioner   એસી વાપરો પણ ‘સીફત’થી
Advertisement
  • Air Conditioner : શું તમે જાણો છો કે AC નો સ્લીપ મોડ (Sleep Mode) કેવી રીતે કામ કરે છે? જાણો રાત્રે એસી વાપરવાની સાચી રીત, જેનાથી વીજળીનું બિલ પણ ઘટશે અને ઊંઘ પણ સારી આવશે. 

Air Conditioner : ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતા જ એસી (Air Conditioner) હવે દરેક ઘરની જરૂરિયાત બની ગયું છે. ખાસ કરીને રાત્રે ઠંડકમાં આરામદાયક ઊંઘ મેળવવા માટે લોકો આખી રાત એસી ચાલુ રાખતા હોય છે. પરંતુ સતત ચાલતું એસી બે સમસ્યાઓ ઊભી કરે છે: એક તો વીજળીનું તોતિંગ બિલ અને બીજું, મોડી રાત્રે રૂમમાં જરૂર કરતા વધારે પડતી ઠંડક. આ સમસ્યાઓના સ્માર્ટ ઉકેલ તરીકે હવે મોર્ડન એસીમાં 'સ્લીપ મોડ' (Sleep Mode) આપવામાં આવે છે, જેના ફાયદા અને ફંક્શન વિશે જાણવું દરેક વપરાશકર્તા માટે જરૂરી છે.

Air Conditioner :  શું છે આ 'સ્લીપ મોડ' (Sleep Mode)?

આજના આધુનિક એસીમાં સ્લીપ મોડ અને સેવિંગ મોડ(Saving Mode) જેવા ખાસ ફીચર્સ જોવા મળે છે. અલગ-અલગ બ્રાન્ડમાં આ ફીચરની કાર્યશૈલી થોડી ભિન્ન હોઈ શકે છે, પરંતુ તેના મુખ્ય ફાયદા નીચે મુજબ છે:

Advertisement

  • તાપમાનનું સંતુલન: એડવાન્સ એસીમાં સ્લીપ મોડ ઓન કરવાથી તે સમયની સાથે ધીમે-ધીમે તાપમાનમાં થોડો-થોડો વધારો કરે છે. આનાથી રાત્રે રૂમ જરૂર કરતાં વધુ ઠંડો નથી થતો અને વ્યક્તિને ગાઢ ઊંઘ આવે છે.

    Advertisement

  • ઓટોમેટિક ટાઈમર: કેટલાક એસીમાં આ ફીચર ટાઈમર તરીકે કામ કરે છે, જે નક્કી કરેલા સમય પછી એસીને આપમેળે બંધ કરી દે છે.

  • અવાજમાં ઘટાડો: સ્લીપ મોડમાં એસી ફેન (Fan) ની સ્પીડ પણ ઘટાડી દે છે, જેનાથી અવાજ ઓછો થાય છે અને શાંત વાતાવરણમાં સારી ઊંઘ માણી શકાય છે.

Air Conditioner : વીજળીના બિલ પર અસર

સામાન્ય મોડમાં એસી આખી રાત એક જ તાપમાન જાળવી રાખવા માટે સતત કમ્પ્રેસર-Compressor ચલાવે છે, જે વીજળીનો વપરાશ વધારે છે. તેની સામે સ્લીપ મોડ કુલિંગને સ્માર્ટ રીતે કંટ્રોલ કરે છે. તે ધીમે-ધીમે કુલિંગ ઘટાડતું હોવાથી કમ્પ્રેસર પર લોડ ઓછો આવે છે અને વીજળીની સીધી બચત થાય છે. આ મોડના વપરાશથી મહિનાના અંતે વીજ બિલમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા રહેલી છે.

સમજદારીપૂર્વકનો વપરાશ એ જ સાચી બચત

એસી વાપરવું એ હવે લક્ઝરીને બદલે જરૂરિયાત છે, પરંતુ તેના ફંક્શન જાણવા પણ એટલા જ અનિવાર્ય છે. જો આપણે સ્લીપ મોડ જેવા સ્માર્ટ ફીચર્સનો ઉપયોગ કરીએ, તો સ્વાસ્થ્ય અને ખિસ્સા બંનેને ફાયદો થાય છે. વધુ પડતી ઠંડકથી થતી શારીરિક અગવડતાથી બચી શકાય છે અને સાથે જ ઊર્જાનો બચાવ કરીને આપણે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી પણ નિભાવી શકીએ છીએ.

આ પણ વાંચો: Creative uses of expired lotion: નકામું ગણીને ફેંકી ન દો, એક્સપાયર થયેલું લોશન અને ક્રીમ ઘર માટે છે આશીર્વાદ સમાન

Tags :
Advertisement

.

×