Amir Khan ની કોની સાથેની મુલાકાત ફિલ્મ સીતારે જમીન પર માટે બની ગઈ મુસીબત ?
- સીતારે જમીન પર ફિલ્મને બોયકોટ કરવાનો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચાલી રહ્યો છે
- વર્ષ 2020માં Aamir Khan એ તુર્કીયેની ફર્સ્ટ લેડી Emine Erdogan સાથે મુલાકાત કરી હતી
- લાલ સિંહ ચઢ્ઢાનો પણ રિલીઝ વખતે બહુ વિરોધ થયો હતો
Mumbai : અત્યારે સોશિયલ મીડિયા પર આમિર ખાન (Aamir Khan) ની સીતારે જમીન પર ફિલ્મને બોયકોટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ બોયકોટ પાછળનું મુખ્ય કારણ Aamir Khan ની એક મુલાકાત ગણાવાઈ રહી છે. વર્ષ 2020માં આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાના શૂટિંગ દરમિયાન તુર્કીયેની ફર્સ્ટ લેડી એમીન એર્દોગન સાથે મુલાકાત કરી હતી. આમિર ખાનની આ મુલાકાત તે વખતે સમાચારોમાં ખૂબ ચમકી હતી. અત્યારે આ મુલાકાતને લીધે સીતારે જમીન પર ફિલ્મને બોયકોટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
વર્ષ 2020ની એક મુલાકાત
તુર્કીયેમાં લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ વર્ષ 2020માં જોરો શોરોથી ચાલી રહ્યું હતું. આ વખતે તેણે તુર્કીયેની ફર્સ્ટ લેડી એમીન એર્દોગન (Emine Erdogan) સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં આમિર ખાને તુર્કીયેની ફર્સ્ટ લેડી સાથે ક્વાલિટી ટાઈમ પસાર કર્યો હતો. તેના ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા. આ મુલાકાતને વિવિધ મીડિયા હાઉસે પણ સારુ એવું કવરેજ આપ્યું હતું.
આ પણ વાંચોઃ '3 ઈડિયટ્સ' અને 'પીકે' જેવો જાદૂ છવાશે, Aamir Khan અને Rajkumar Hirani સાથે બનાવશે ફિલ્મ
તે સમયે પણ થયો હતો વિરોધ
વર્ષ 2020માં આમિર ખાને તુર્કીયેની ફર્સ્ટ લેડી Emine Erdogan સાથે કરેલ મુલાકાતથી વિવાદ થયો હતો. તેનું મુખ્ય કારણ છે તુર્કીયેના પાકિસ્તાન સાથેના સારા સંબંધો. તુર્કીયે પાકિસ્તાનને હંમેશા સપોર્ટ કરતું આવ્યું છે. તેથી જ્યારે લાલ સિંહ ચઢ્ઢા (Laal Singh Chaddha) રિલીઝ થઈ ત્યારે પણ આ ફિલ્મને બોયકોટ કરવાનો ટ્રેન્ડ ચાલ્યો હતો.
#BoycottSitaareZameenPar સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ
હવે વર્ષ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચરમસીમા પર છે. સૌ કોઈ જાણે છે કે આ સંઘર્ષમાં તુર્કીયેએ પાકિસ્તાનને સપોર્ટ કર્યો છે. તેથી ભારતીયો તુર્કીયેથી ખફા છે. આ સમયમાં આમિર ખાનની અપકમિંક અને મચ અવેટેડ ફિલ્મ સીતારે જમીન પરનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર લોન્ચિંગ બાદ તરત જ સોશિયલ મીડિયામાં #BoycottSitaareZameenPar ટ્રેન્ડ થવા લાગ્યું છે. તેનું મુખ્ય કારણ પણ આમિર ખાનની વર્ષ 2020માં તુર્કીયેના ફર્સ્ટ લેડી સાથે કરેલ મુલાકાતને ગણાવામાં આવી રહી છે. ટ્રોલર્સ લખે છે કે, 'યાદ છે જ્યારે આમિર ખાન તુર્કીયે ગયો હતો અને તુર્કીયેની ફર્સ્ટ લેડીને મળ્યો હતો? તો હવે તમે જાણો છો કે તેમની નવી ફિલ્મ સિતાર જમીન પરથી શું અપેક્ષા રાખવી જોઈએ?
આ પણ વાંચોઃ Virat Kohli ની ટેસ્ટ નિવૃત્તિ પર અનુષ્કા શર્મા સિવાય આ સ્ટાર્સ પણ થયા ભાવૂક