Ananya Pandey: KesariChapter2 ની અભિનેત્રીના બાળપણનો કવિતા ગાતો વીડિયો થયો વાયરલ
- Ananya Pandey એ બાળપણનો કવિતા ગાતો એક વીડિયો શેર કર્યો
- નાની અનન્યા તોતલી બોલીમાં ટ્વિંકલ ટ્વિંકલ કવિતા ગાઈ રહી છે
- કેસરી ચેપ્ટર-2ની સકસેસ Ananya Pandey એન્જોય કરી રહી છે
Ananya Pandey: બોલીવૂડના અભિનેતા ચંકી પાંડેની દીકરી Ananya Pandey કેસરી ચેપ્ટર-2 ફિલ્મને લીધે ચર્ચામાં છે. જો કે અત્યારે Ananya Pandey ને લઈને સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ખૂબ નાની હોય ત્યારે ટ્વીંકલ ટ્વીંકલ કવિતા ગાઈ રહી છે. આ વીડિયો યુઝરને ખૂબ પસંદ આવી રહ્યો છે.
નાનપણનો વીડિયો
Ananya Pandey ના બાળપણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ચોકલેટ ખાઈ રહી છે અને તોતલી બોલીમાં ટ્વીંકલ ટ્વીંકલ કવિતા ગાઈ રહી છે. જો કે આ વીડિયોમાં Ananya Pandey ઈસ્ટરની શુભેચ્છા પણ પાઠવી રહી છે. આ વીડિયોમાં અનન્યા પાંડેએ ગુલાબી ફ્રોક પહેરેલું છે અને માથે 2 નાનકડી ચોટલીઓ વાળી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને Ananya Pandey ના ફેન્સ ઉપરાંત મોટાભાગના યુઝર ખૂબ પસંદ કરી રહ્યા છે. યુઝર આ વીડિયો પર રંગબેરંગી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Urvashi Rautela: ઉર્વશી મંદિર વિશેનો વિવાદ વકર્યો, DGPને કરાઈ ફરિયાદ
KesariChapter2 ની સકસેસ
KesariChapter2 માં Ananya Pandey ના પાત્ર દિલરીત ગિલ માટે ખૂબ પ્રશંસા મળી રહી છે. તેમણે ચાહકોનો પ્રેમ બદલ આભાર માન્યો અને એમ પણ કહ્યું કે તેમને આ ફિલ્મનો ભાગ બનવાનો હંમેશા ગર્વ રહેશે. અનન્યાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અન્ય મીડિયા હાઉસના રિવ્યુ શેર કર્યા અને એક નોંધ લખી. તેણીએ લખ્યું કે, આપણને દુનિયામાં દિલરીત ગિલ જેવા વધુ લોકોની જરૂર છે અને મને #KesariChapter2 માં તેણીનું પાત્ર ભજવવાનો ખૂબ જ ગર્વ છે અને ફિલ્મને મળેલા પ્રેમ અને ઉત્સાહ માટે હું હંમેશા આભારી રહીશ. મારું પાત્ર @karanstyagi @bindraamritpal @karanjohar અને @akshaykumar sir @apoorva1972 અને @actormaddy sir વિના ક્યારેય શક્ય ન હોત. આ એક એવી ફિલ્મ છે જેનો ભાગ બનવાનો મને હંમેશા ગર્વ રહેશે.
આ પણ વાંચોઃ Kamal Haasan: શા માટે અભિનેતાએ કહેવું પડ્યું કે, હું રામ નહિ પરંતુ દશરથના માર્ગે ચાલું છું...