Anurag Thakur LV Belt : સંસદમાં 80 હજારની બેલ્ટ? વીડિયો જોઈને લોકોએ લીધા આડેહાથ
- સંસદમાં 80 હજારની બેલ્ટ?
- અનુરાગ ઠાકુરનો વીડિયો વાયરલ
- કમર પર દેખાયો Louis Vuitton નો લોગો
- કિંમત સાંભળીને નેટીઝન્સ ચોંક્યા
- 'સ્વદેશી' મુદ્દે લોકોએ લીધા આડેહાથ
Anurag Thakur LV Belt : લોકસભા (Lok Sabha) માં ચાલી રહેલા બજેટ સત્ર (Budget Session Feb 2026) દરમિયાન રાજકીય ગરમાવો માત્ર ભાષણો પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ હવે નેતાઓના પહેરવેશ પર પણ લોકોની નજર અટકી છે. બીજેપીના વરિષ્ઠ નેતા અને સાંસદ અનુરાગ ઠાકુર (Anurag Thakur) હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે, પરંતુ કોઈ રાજકીય નિવેદનને કારણે નહીં, પણ પોતાની કમર પર બાંધેલી એક મોંઘીદાટ 'લક્ઝરી બેલ્ટ' (Luxury Belt) ને કારણે. સદનમાં વિપક્ષના હોબાળા વચ્ચે જ્યારે તેઓ બોલવા ઉભા થયા, ત્યારે કેમેરામાં તેમની લુઈ વિટન (Louis Vuitton - LV) બ્રાન્ડની બેલ્ટનો લોગો સ્પષ્ટ દેખાઈ ગયો હતો.
Anurag Thakur LV Belt : બેલ્ટ છુપાવવાનો પ્રયાસ?
ઘટનાની વિગતો મુજબ, લોકસભાની કાર્યવાહી દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) ના સમર્થનમાં વાત મૂકવા માટે જ્યારે અનુરાગ ઠાકુર પોતાની સીટ પરથી ઉભા થયા, ત્યારે તેમની જેકેટ થોડી ઉપર થઈ ગઈ હતી. આ સમયે તેમની કમર પર બંધાયેલી બેલ્ટ પર પ્રખ્યાત ઇન્ટરનેશનલ બ્રાન્ડ 'Louis Vuitton' (LV) નો લોગો ચમકતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયેલા દાવાઓ મુજબ, કેમેરાનું ધ્યાન પડતાં જ અનુરાગ ઠાકુરે કથિત રીતે બેલ્ટને જેકેટ નીચે છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તો આ દ્રશ્ય કેમેરામાં કેદ થઈ ચૂક્યું હતું અને તેની ક્લિપ્સ ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગઈ હતી.
કિંમત સાંભળીને આંખો પહોળી થઈ જશે.
Total “moye moye” moment for BJP in Parliament 😄
Anurag Thakur jumped up to attack Congress, realized his Louis Vuitton belt was clearly visible, and quickly sat down.
Then stood up again, this time carefully covering it with his blazer.
Retweeting should not stop 🏹🔥 pic.twitter.com/ZSgppk2g0F
— Amoxicillin (@__Amoxicillin_) February 2, 2026
80, હજારથી એક લાખ વચ્ચે છે કિંમત
આ વીડિયો વાયરલ થયા બાદ નેટીઝન્સે (Netizens) આ બેલ્ટની કિંમત શોધવાનું શરૂ કરી દીધું હતું. ઓનલાઈન દાવાઓ અને લક્ઝરી ફેશન વેબસાઈટ્સના આધારે, અનુરાગ ઠાકુરે પહેરેલી આ બેલ્ટની કિંમત અંદાજે 80,000 થી 1 લાખ રૂપિયા (80,000 to 1 Lakh Rupees) ની વચ્ચે હોવાનું મનાય છે. લુઈ વિટન એ ફ્રાન્સની એક અતિ લક્ઝરી બ્રાન્ડ છે, જે સામાન્ય માણસની પહોંચથી ઘણી દૂર ગણાય છે.
'વોકલ ફોર લોકલ' વર્સીસ લક્ઝરી શોખ
આ ઘટનાએ રાજકીય ગલિયારામાં અને સોશિયલ મીડિયા પર 'સ્વદેશી' (Swadeshi) વિરુદ્ધ 'વિદેશી' ની જૂની ચર્ચા ફરી જગાડી દીધી છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, જે સરકાર 'વોકલ ફોર લોકલ' (Vocal for Local) અને સ્વદેશી અપનાવવાનો આગ્રહ રાખે છે, તેમના જ સાંસદો લાખો રૂપિયાની વિદેશી બ્રાન્ડ્સ વાપરે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું હતું કે, "ગરીબોના કલ્યાણની વાતો કરનારા નેતાઓ 80 હજારની બેલ્ટ પહેરીને ફરે છે." જોકે, કેટલાક સમર્થકોનું કહેવું છે કે આ તેમની અંગત પસંદગી અને ખરીદશક્તિનો વિષય છે. હાલમાં આ મુદ્દે અનુરાગ ઠાકુર કે ભાજપ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આ પણ વાંચો : Baba Vanga Prediction 2026 : શું સોનું 2 લાખે પહોંચશે? બાબા વેંગાના ડરામણી ભવિષ્યવાણી


