Arunachal Pradesh little girl video : પોતાના જ દેશમાં 'વિદેશી' કહેવાતા રડી પડી માસૂમ બાળકી! હાથ જોડીને કરી એવી અપીલ કે તમારું દિલ તૂટી જશે
Arunachal Pradesh little girl video : પોતાના જ દેશમાં ‘ચાઈનીઝ’ કહેવામાં આવતા અરુણાચલ પ્રદેશની એક માસૂમ બાળકીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ભાવુક થયેલી બાળકી હાથ જોડીને લોકોને તેને ચાઈનીઝ નહીં, પરંતુ ભારતીય કહેવાની અપીલ કરે છે. તેની આ નિર્દોષ વાતે સોશિયલ મીડિયા યુઝર્સને ભાવુક કરી દીધા છે અને નોર્થઈસ્ટના લોકો સાથે થતા ભેદભાવ અંગે નવી ચર્ચા જગાવી છે.
Advertisement
Arunachal Pradesh little girl video : કલ્પના કરો કે પોતાના જ દેશમાં કોઈ તમને ‘વિદેશી’ (Foreigner) કહીને ઓળખે તો તમને કેવું લાગશે? ખાસ કરીને ત્યારે, જ્યારે તમારી ઉંમર રમવાની અને હસવાની હોય. અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh)ના ઈટાનગર (Itanagar)ની એક નાનકડી બાળકી સાથે આવો જ અનુભવ થયો. એક વ્યક્તિએ તેને ‘ચાઈનીઝ’ (Chinese) કહી દીધા બાદ બાળકી ભાવુક થઈ ગઈ અને તેની આંખોમાં આંસુ આવી ગયા. સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહેલા એક વીડિયો (Viral Video)માં બાળકી પોતાના અનુભવ વિશે વાત કરતી જોવા મળે છે. સાથે જ તે હાથ જોડીને લોકોને એક ખાસ અપીલ કરતી નજરે પડે છે. બાળકીની માસૂમ વાતોએ સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે.

