Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Atal Pension Yojana: તમારે પણ મેળવવો છે અટલ પેન્શન યોજનાનો લાભ? અહીં જાણો સંપૂર્ણ વિગતો

ભારત સરકાર નાગરિકોના હિત માટે વિવિધ પ્રકારની લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. પરંતુ દરેક વ્યક્તિને યોજનાની સંપૂર્ણ માહિતી નથી હોતી. માહિતીના અભાવે વ્યક્તિ યોજનાનો લાભ નથી લઈ શકતું. હકીકતમાં જો તમે કોઈ યોજના માટે લાયક નથી, તો તમે તેમાં જોડાઈ શકતા નથી. આજે જાણો અટલ પેન્શન યોજના વિશે.
atal pension yojana  તમારે પણ મેળવવો છે અટલ પેન્શન યોજનાનો લાભ  અહીં જાણો સંપૂર્ણ વિગતો
Advertisement
  • Atal Pension Yojana: તમારે પણ સરકારી યોજનાનો લાભ લેવો છે?
  • અટલ પેન્શન યોજનાની ચોક્કસ માહિનીનો અભાવ છે
  • અમે જણાવીશું કેવી વ્યક્તિને તેનો લાભ મળી શકે છે

Atal Pension Yojana: જો તમે અટલ પેન્શન યોજનાનો લાભ લેવા માંગતા હો. તો તે પહેલા તમારે એ જાણી લેવું જોઈએ કે, તમે તેની લાયકાત (Qualifications) માં આવો છો કે,નહીં. આ માટે તમારે તમારી લાયકાત તપાસવી પડશે. કારણ કે આ યોજના માટે પાત્રતા ધરાવતા લોકોને જ પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે છે.

Atal Pension Yojana 02_GUJARAT_FIRST

Advertisement

Atal Pension Yojana: સરળ રીતે સમજો

ઉદાહરણ તરીકે, જો તમે સુરક્ષિત ભવિષ્ય (Secure future) ઇચ્છતા હોવ, અને વૃદ્ધાવસ્થામાં આર્થિક મુશ્કેલીઓથી બચવા માંગતા હોવ, તો તમે અટલ પેન્શન યોજનામાં જોડાઈ શકો છો. નાગરિકોના હિત માટે કેન્દ્ર સરકારે આ યોજના બહાર પાડી છે. અને લાખો લોકો તેનો લાભ લઈ રહ્યા છે. યોજના 60 વર્ષની ઉંમર પછી માસિક પેન્શન પ્રદાન કરે છે. જો તમે પણ આ યોજનાના પાત્ર છો, તો તમે જોડાઈ શકો છો. ચાલો જાણીએ કે આ યોજના માટે શું લાયકાત હોવી જોઈએ.

Advertisement

આ પણ વાંચો--- Indian Gen-Z : વિધ્વંસક નહીં, ઇનોવેટિવ છે ભારતનો યુવાન

Atal Pension Yojana: યોજનાનો લાભ

  • યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી પેન્શન આપવામાં આવે છે
  • દર મહિને 1 હજારથી 5 હજાર રૂપિયાનું પેન્શન મળે છે
  • વૃદ્ધાવસ્થામાં તમને મળતું પેન્શન તમે પસંદ કરેલી પેન્શન યોજના પર આધાર રાખે છે.

Atal Pension Yojana 01_GUJARAT_FIRST

યોજનામાં રોકાણ કેવી રીતે કરવું?

  • ‘અટલ પેન્શન યોજના’ એક રોકાણ યોજના છે
  • તમે તમારી ઉંમર પ્રમાણે તેમાં રોકાણ કરી શકો છો
  • 18 વર્ષીય વ્યક્તિએ 5 હજારના પેન્શન માટે દર મહિને 210નું રોકાણ કરવું પડશે
  • 30 વર્ષીય વ્યક્તિે 5 હજાર માટે દર મહિને 577નું રોકાણ કરવું પડશે

આ યોજનામાં કોણ રોકાણ કરી શકે છે?

  • ભારતના નાગરિક હોય તેવા લોકો
  • 18 થી 40 વર્ષની ઉંમરના લોકો
  • જે લોકો કરદાતા નથી
  • જે લોકો પાસે બેંક ખાતું છે

તમે આ યોજનામાં કેવી રીતે જોડાઈ શકો છો?

  • સૌપ્રથમ તમારી બેંક શાખા (Bank branch) માં જાઓ
  • હવે સંબંધિત અધિકારીને મળો
  • તમારું KYC અહીં કરવામાં આવશે
  • પેન્શન પ્લાન (Pension plan) અને પ્રીમિયમ પણ પસંદ કરવાનું રહેશે
  • તમારું બેંક ખાતું હવે આ યોજના સાથે જોડાયેલું છે

Atal Pension Yojana 03_GUJARAT_FIRST

આ પણ વાંચો--- History: Google માં ટ્રેન્ડ કરવા લાગ્યુ ગુજરાતનું સોમનાથ મંદિર, 20 વર્ષમાં આટલીવાર થયું સર્ચ

Tags :
Advertisement

.

×