Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Ayodhya: અયોધ્યા રામ મંદિર પરિસરમાં કેટલાક ઉપ-મંદિર બનશે, મોટી સંખ્યામાં પૂજારીઓની કરાશે ભરતી

ઉત્તરપ્રદેશમાં આવેલા અયોધ્યા રામ મંદિરને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. મંદિર પરિસરમાં નાના-મોટા કેટલાક અન્ય ઉપમંદિરો બનશે. આ મંદિરોમાં પૂજા-પાઠ માટે મોટી સંખ્યામાં પૂજારીઓની પણ નિમણૂક કરવામાં આવશે. વધુ વિગતો નીચે વાંચો..
ayodhya  અયોધ્યા રામ મંદિર પરિસરમાં કેટલાક ઉપ મંદિર બનશે  મોટી સંખ્યામાં પૂજારીઓની કરાશે ભરતી
Advertisement
  • Ayodhya: રામ મંદિર પરિસરમાં બનશે કેટલાક અન્ય મંદિરો
  • મંદિરો માટે પૂજારીઓની કરવામાં આવશે ભરતી
  • રામ જન્મભૂમિ સંકુલમાં વ્યવસ્થાને વધુ મજબૂત બનાવાશે

Ayodhya: ઉત્તરપ્રદેશ (Uttar Pradesh) માં આવેલા અયોધ્યા રામ મંદિરે (Ram Temple) દિવસેને દિવસે ભક્તો (Devotees)ની સંખ્યામાં બમણી થઈ રહી છે. ભાવિકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તંત્રએ મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના લીધે મંદિરમાં આવતા ભક્તો માટે વ્યવસ્થા થશે. અને મંદિરનું વ્યવસ્થાપન સુચારુરુપથી યથાવત રહેશે. શુ છે નિર્ણય આવો જાણીએ.

Ayodhya 01_GUJARAT_FIRST

Advertisement

Ayodhya: રામ મંદિર પરિસરમાં કેટલાક અન્ય મંદિરો પણ ખુલશો

અયોધ્યા રામ મંદિરમાં ભક્તોની વધતી સંખ્યાને જોતા આ નિર્ણય (Decision) લેવામાં આવ્યો છે. રામ જન્મભૂમિ સંકુલમાં વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે. રામ મંદિર માટે ટૂંક સમયમાં લગભગ 50 નવા પૂજારીઓ(Priest) ની ભરતી કરવામાં આવશે. સંકુલની અંદરના ઉપ-મંદિરોમાં દર્શન વ્યવસ્થા ફરી શરૂ થાય તે પહેલાં આ પ્રક્રિયા પૂર્ણ થવાની અપેક્ષા છે. જેનાથી પૂજા અને દર્શન સુગમ રીતે થઈ શકે.

Advertisement

Ayodhya 02_GUJARAT_FIRST

ભક્તોની વધતી સંખ્યા અને પૂજા વ્યવસ્થા (Arrangement) ના વિસ્તરણને ધ્યાનમાં રાખીને, વધારાના પુજારીઓની જરૂરિયાત અનુભવાઈ રહી છે. આ ક્રમમાં, ભરતી યોજના તૈયાર કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પસંદ કરાયેલા પુજારીઓ વૈદિક પરંપરાઓથી સારી રીતે વાકેફ હશે. અને તેમને રામ મંદિરના ધાર્મિક (Religious) ધોરણો અને પરંપરા (Tradition) ઓ અનુસાર જવાબદારીઓ સોંપવામાં આવશે.

આ પણ વાંચો---- હાથીના બચ્ચા Momo નું Birthday Celebration દુનિયા યાદ રાખશે, જાણો શું હતુ ખાસ

Ayodhya: હાલ રામ મંદિરે કેટલા પૂજારીઓ છે

હાલમાં રામ મંદિર ખાતે 20 જેટલા પૂજારીઓ કાર્યરત છે. રામ લલ્લા અને રામ દરબાર ઉપરાંત, આ પુજારીઓને કુબેર ટીલા પર સ્થિત યજ્ઞ મંડપ, સપ્ત મંડપમ અને કુબેરેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત શેષાવતાર અને કિલ્લાના 6 મંદિરોમાં પૂજા માટેની જવાબદારી સોંપવામાં આવી છે.

Ayodhya 03_GUJARAT_FIRST

રામ મંદિર અને રામ દરબાર તેમજ 7 ઉપ-મંદિરોમાં નિયમિત દર્શન ફરી શરૂ કરવા માટે સવારે અને સાંજે ત્રણ પાળીમાં 42 જેટલા પૂજારીઓની જરૂર છે. જે સતત 8 કલાક કે તેનાથી વધુ સમય માટે કામ કરી શકે છે. વધુમાં સપ્ત મંડપમ અને કુબેર ટીલામાં સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી વધારાના 8 પૂજારીઓની જરૂર જણાઈ રહી છે. આનો અર્થ એ થયો કે, રામ મંદિર પરિસરમાં અન્ય મંદિરો માટે ઓછામાં ઓછા 50 પૂજારીઓની તાત્કાલિક જરૂર છે.

આ પણ વાંચો---- Topper IAS Tina Dabi એ તિરંગાની સલામીમાં ગોથું ખાધું, Video Viral !

આ પણ વાંચો----સમૂહ છોડીને મોત તરફ કેમ ભાગ્યું Nihilist Penguin? વૈજ્ઞાનિકોએ આપ્યો ચોંકાવનારો જવાબ

Tags :
Advertisement

.

×