પૂરઝડપે આવતી ટ્રેને ક્ષણભરમાં જ 2 મહિલાનો ખેલ કર્યો ખતમ, જુઓ Video
- Video : બિહારના બખ્તિયારપુર સ્ટેશન પર ભયાનક રેલવે અકસ્માત
- ટ્રેક ઓળંગતી બે મહિલાઓ ટ્રેન નીચે ચગદાઈ
- ફરક્કા એક્સપ્રેસની અડફેટે આવતા ક્ષણવારમાં ખેલ ખતમ
- કાળજું ધ્રુજાવી દેતો અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Video : સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાય વીડિયો વાયરલ થતા હોય છે. જેમાંથી કેટલાક વીડિયો હસાવી-હસાવીને લોટપોટ કરતા હોય છે જ્યારે કેટલાક વીડિયો રુંવાટા ઉભા કરી નાખતા હોય છે. આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે રેલવે સ્ટેશનો પર ફૂટઓવર બ્રિજનો ઉપયોગ કરવાના બદલે શોર્ટકટ અપનાવવો કેટલીકવાર જીવલેણ સાબિત થાય છે.
ઉલ્લેખનીય છે કે બિહારના બખ્તિયારપુર રેલ્વે સ્ટેશન (Bakhtiyarpur Railway Station) પર આવી જ એક કમકમાટીભરી ઘટના બની છે, જ્યાં પાટા ઓળંગી રહેલી બે મહિલાઓ પૂરઝડપે આવતી ટ્રેનની (High-speed Train) અડફેટે આવી ગઈ હતી. આ સમગ્ર અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થતા લોકોમાં ભારે આઘાતની લાગણી ફેલાઈ છે.
Video : થોડી સેકન્ડોમાં જ બધું સમાપ્ત
પ્રાપ્ત અહેવાલો મુજબ, દિલ્હીથી માલદા જતી ફરક્કા એક્સપ્રેસ (Farakka Express) પ્લેટફોર્મ નંબર એક પર આવી રહી હતી. તે સમયે બે મહિલાઓ પાટા ઓળંગીને પ્લેટફોર્મ પર ચઢવાનો પ્રયાસ કરી રહી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક મુસાફરો તેમને મદદ કરવા હાથ લંબાવે છે, પરંતુ ટ્રેનની ગતિ એટલી પ્રચંડ હતી કે પલક ઝપકાવતા જ તે મહિલાઓને કચડી નાખે છે. આ હૃદયદ્રાવક અકસ્માત (Tragic Railway Accident) બાદ સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ હતી.
मित्रों ये वीडियो देखकर मेरा कलेजा फट गया
बख़्तियारपुर रेलवे स्टेशन प्लेटफार्म पार करते समय दो महिलाओं की ट्रेन से कटकर दर्दनाक मौत हो गईयह घटना उस समय घटी जब दिल्ली से मालदा जाने वाली फरक्का एक्सप्रेस प्लेटफार्म नंबर 1 पर आ रही थी
उसी समय दो महिलाएं पटरी क्रॉस करके प्लेटफार्म… pic.twitter.com/xhsumxfwRF— Jitendra Verma (@jeetusp) May 6, 2026
સોશિયલ મીડિયા પર આક્રોશ
X (અગાઉનું ટ્વિટર) પર @jeetusp નામના એકાઉન્ટ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. લોકો આ ઘટના પર દુઃખ અને રોષ વ્યક્ત કરી રહ્યા છે. નેટિઝન્સનું કહેવું છે કે માત્ર 5 મિનિટ બચાવવાની લાલચમાં લોકો પોતાના કિંમતી જીવનું (Risk to Life) જોખમ લે છે. લોકો સતત વિનંતી કરી રહ્યા છે કે પ્લેટફોર્મ બદલવા માટે હંમેશા ફૂટઓવર બ્રિજનો જ ઉપયોગ કરવો જોઈએ, જેથી આવા જીવલેણ અકસ્માતોથી બચી શકાય.
આ પણ વાંચો : Met Gala Viral Video: "જ્યાં ઈશા, ત્યાં ઓરી": કિમ કાર્દાશિયન જેવું જ છે ઈશા અને ઓરીનું આ અનોખું બોન્ડિગ!


