Bermuda Island Mystery: બરમુડા ટાપુના કરોડો વર્ષ જૂના રહસ્યનો અંત, જાણો વૈજ્ઞાનિકોને પૃથ્વીની ઊંડાઈમાં શું મળ્યું?
- અમેરિકી વૈજ્ઞાનિકોએ ટાપુની નીચે શોધી કાઢી અનોખી સંરચના
- કરોડો વર્ષો પહેલા શાંત થયેલા જ્વાળામુખી છતાં ટાપુ છે અડીખમ
- પૃથ્વીના પોપડા નીચે 12 માઈલ જાડી અનોખી ખડકની પરત મળી
- મેન્ટલ પ્લૂમ નહીં પણ 'અંડરપ્લેટિંગ' પ્રક્રિયાને કારણે ટાપુ ઊંચો રહ્યો
- વિશ્વભરના ભૂસ્તરશાસ્ત્રીઓ માટે વિજ્ઞાનનો આ નવો ચમત્કાર
દાયકાઓથી વૈજ્ઞાનિકો માટે માથાનો દુખાવો બનેલા Bermuda Island Mystery (બરમુડા ટાપુનું રહસ્ય) નો અંત આખરે આવી ગયો છે. એટલાન્ટિક મહાસાગરના મધ્યમાં સ્થિત આ ટાપુ સમુદ્રની સપાટીથી આશરે 1600 ફૂટ ઉપર કેમ છે, તે એક મોટો કોયડો હતો. સામાન્ય રીતે જે ટાપુના જ્વાળામુખી 3 કરોડ વર્ષ પહેલાં શાંત થઈ ગયા હોય, તે સમય જતાં સમુદ્રમાં ડૂબી જવા જોઈએ, પરંતુ બરમુડા હજુ પણ અડીખમ છે.
અનોખી સંરચનાની શોધ
અમેરિકાની યેલ યુનિવર્સિટી (Yale University) અને કાર્નેગી સાયન્સના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે આ ટાપુ કોઈ 'મેન્ટલ પ્લૂમ' (Mantle Plume) એટલે કે પૃથ્વીની ઊંડાઈમાંથી ઉઠતા ગરમ ખડકોના સ્તંભ પર નથી ટકેલો. વિલિયમ ફ્રેઝર (William Fraser) અને જેફરી પાર્કે ભૂકંપીય તરંગો (Seismic Waves) નું વિશ્લેષણ કરીને જણાવ્યું કે, ટાપુની નીચે પૃથ્વીના પોપડા (Crust) ની બરાબર નીચે 12 માઈલથી વધુ જાડી ખડકની પરત છે.
Scientists say they may have discovered a major clue beneath the Bermuda Islands that could help explain some of the mystery surrounding the Bermuda Triangle.
Whether people believe the theories or not, stories like this always capture attention because the Bermuda Triangle has… pic.twitter.com/V0XxUMTMax
— Tony Lane 🇺🇸 (@TonyLaneNV) May 15, 2026
સમુદ્રમાં તરતું 'રાફ્ટ'
આ સંશોધનમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ ખડકની પરત આસપાસના મેન્ટલ (Mantle) ની સરખામણીમાં ઘણી હલકી છે. વૈજ્ઞાનિકોએ તેને 'અંડરપ્લેટિંગ' (Underplating) નામ આપ્યું છે. આ હલકો પદાર્થ એક પ્રકારના 'રાફ્ટ' (નૌકા) ની જેમ કામ કરે છે, જે આખા ટાપુને સમુદ્રની સપાટીથી ઉપર ઉઠાવી રાખે છે. આવી અનોખી સંરચના પૃથ્વી પર બીજે ક્યાંય જોવા મળી નથી.
લાખો વર્ષ જૂની પ્રક્રિયા
વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પદાર્થ કરોડો વર્ષ પહેલાં પૃથ્વીના ઊંડાણમાંથી બહાર આવ્યો હશે, કદાચ જ્યારે પાંજિયા (Pangea) મહાદ્વીપનું નિર્માણ થઈ રહ્યું હતું. આ શોધે પૃથ્વીના પેટાળમાં ચાલતી જટિલ પ્રક્રિયાઓ (Convection Processes) ને સમજવા માટે નવો માર્ગ ખોલ્યો છે. વિલિયમ ફ્રેઝરના મતે, બરમુડાનો આ કિસ્સો વર્ષો જૂના મેન્ટલ પ્લૂમ મોડલની મર્યાદાઓને છતી કરે છે.
આ પણ વાંચો : Viral Video : યુક્રેનિયન મહિલાએ પહેલીવાર Hajmola ચાખી, આપ્યા એવા એક્સપ્રેશન કે યુઝર્સનું હસવું ન રોકાયું!


