Bhopal : કાળજું કંપાવતો અકસ્માત, ચાલતી ટ્રેન પકડવા જતાં પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાયો યુવક, જુઓ Viral Video
- Bhopal માં ચાલતી ટ્રેન પકડવા જતાં સર્જાયો રૂંવાડા ઉભા કરતો અકસ્માત!
- ભોપાલ રેલવે સ્ટેશન પર યુવકની જોખમી ભૂલ કેમેરામાં કેદ
- ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં પટકાયો યુવક
- ચાલુ ટ્રેને શરીર પરથી પસાર થતી રહી બગીઓ, મુસાફરોમાં ફફડાટ
- ગંભીર હાલતમાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
- રેલવે પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાથી શરૂ કરાઈ તપાસ
Bhopal Viral Train Accident : સોશિયલ મીડિયા (Social Media) ના યુગમાં દરરોજ હજારો વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ કેટલીક ઘટનાઓ એવી હોય છે જે જોઈને પથ્થર દિલના માણસનું કાળજું પણ કંપી જાય. હાલમાં મધ્યપ્રદેશના ભોપાલ રેલવે સ્ટેશનનો એક અત્યંત ભયાનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવકની મામૂલી ઉતાવળ કેવી રીતે જીવલેણ સાબિત થઈ શકે છે, તેના જીવંત દ્રશ્યો કેદ થયા છે.
Bhopal માં ચાલતી ટ્રેન પકડવી પડી ભારે
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક સ્ટેશન પર પૂરપાટ દોડીને ચાલતી ટ્રેન (Moving Train) માં ચઢવાનો પ્રયાસ કરે છે. પરંતુ જેવો તે હેન્ડલ પકડે છે, તેનું સંતુલન બગડે છે અને તે પ્લેટફોર્મ તથા ટ્રેન વચ્ચેના જોખમી અંતર (Gap) માં જઈ પડે છે. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર મુસાફરોની ચીસો નીકળી ગઈ હતી.
📍Bhopal, Madhya Pradesh: On March 31 at Bhopal railway station, a guy slipped while trying to catch the Bhopal–Indore Express and fell into the gap between the train and platform, getting dragged multiple times within seconds. He was critically injured and admitted to Hamidia… pic.twitter.com/2LosNt41Dy
— Deadly Kalesh (@Deadlykalesh) April 3, 2026
શરીર પરથી પસાર થઈ ગઈ ટ્રેન
સૌથી હચમચાવનારી વાત એ છે કે યુવક નીચે પડ્યા પછી પણ ટ્રેન ઉભી રહી નહોતી. ટ્રેનના ડબ્બાઓ યુવકના શરીરને રગડતા-રગડતા આગળ વધતા રહ્યા હતા. પ્લેટફોર્મ પર હાજર લોકો યુવકને બચાવવા માટે બૂમાબૂમ કરી રહ્યા હતા, પરંતુ પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે કોઈ પણ અંદર હાથ નાખવાની હિંમત કરી શક્યું નહીં.
યુવકની હાલત ગંભીર
આ અકસ્માત બાદ સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ હતી. રેલવે સ્ટાફ (Railway Staff) અને સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ યુવકને બહાર કાઢ્યો હતો. જાણવા મળ્યું છે કે યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલમાં તે હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. એક્સ (X) પરથી શેર થયેલા આ વીડિયો પર લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને રેલવે મુસાફરોને આવી જોખમી ભૂલ ન કરવા અપીલ કરી રહ્યા છે.
આ પણ વાંચો: સુરતના બુટલેગરોનો ખાખીએ ખેલ બગાડ્યો: 'Creativity' જોઇ પોલીસ પણ ચોંકી ગઇ


