Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Biggest conman in history : લ્યો,કરો વાત ! એક ઠગે બબ્બે વાર એફિલ ટાવર વેચ્યો

જાણો ઇતિહાસના સૌથી મોટા મહાઠગ વિક્ટર લુસ્ટિગની રસપ્રદ કહાની, જેણે પેરિસનો 'એફિલ ટાવર' ભંગારમાં વેચી દીધો હતો અને અમેરિકાના ખતરનાક માફિયા અલ કપોનને પણ છેતર્યો હતો
biggest conman in history   લ્યો કરો વાત   એક ઠગે બબ્બે વાર એફિલ ટાવર વેચ્યો
Advertisement
Biggest conman in history :  જાણો ઇતિહાસના સૌથી મોટા મહાઠગ વિક્ટર લુસ્ટિગની રસપ્રદ કહાની, જેણે પેરિસનો 'એફિલ ટાવર' ભંગારમાં વેચી દીધો હતો અને અમેરિકાના ખતરનાક માફિયા અલ કપોનને પણ છેતર્યો હતો
Biggest conman in history :  અમેરિકા (America) માં લગભગ ૧૦ વર્ષ  સુધી નાની-મોટી છેતરપિંડી કર્યા બાદ,1925 માં વિક્ટર લુસ્ટિગ (Victor Lustig) નામનો આ મહાઠગ પેરિસ (Paris) પરત ફર્યો. એક દિવસ અખબાર વાંચતી વખતે તેને ખબર પડી કે એફિલ ટાવર (Eiffel Tower) ની જાળવણી અને કલરકામ પાછળ સરકારના ઘણા પૈસા ખર્ચાઈ રહ્યા છે, અને કેટલાક લોકો તેને તોડી પાડવાની પણ માંગ કરી રહ્યા છે. બસ, અહીંથી જ તેના ભેજાબાજ મગજે એક ખતરનાક યોજના બનાવી.

Biggest conman in history :એફિલ ટાવરનો સોદો

વિક્ટર લુસ્ટિગે એક સાથીદારની મદદથી સરકારી વિભાગના નકલી લેટરહેડ છપાવ્યા. પોતાને સરકારી વિભાગનો 'ડેપ્યુટી ડિરેક્ટર જનરલ' (Deputy Director General) ગણાવીને તેણે પેરિસના મોટા ભંગારના વેપારીઓ સાથે એક ગુપ્ત મીટિંગ કરી. તેણે વેપારીઓને એવી વાતોમાં ભોળવ્યા કે સરકાર એફિલ ટાવરને તોડીને ભંગારમાં વેચવા જઈ રહી છે. આન્દ્રે પોઇસન (Andre Poisson) નામનો એક વેપારી તેની જાળમાં ફસાઈ ગયો. લુસ્ટિગે તેની પાસેથી છૂપી રીતે 70,000 Francs ની લાંચ લીધી અને રાતોરાત ફ્રાન્સ (France) થી ભાગી ગયો.
છેતરપિંડીનો શિકાર બનેલો વેપારી એટલો શરમાઈ ગયો હતો કે તેણે પોલીસને પણ જાણ ન કરી. આ વાતનો ફાયદો ઉઠાવીને થોડા મહિનાઓ પછી વિક્ટર ફરીથી એ જ ખેલ ખેલવા પેરિસ આવ્યો, પરંતુ આ વખતે તેનો ભાંડો ફૂટી ગયો અને તેણે પોતાનો જીવ બચાવીને પાછા અમેરિકા (America) ભાગવું પડ્યું.

માફિયા ડોન સાથે પણ છેતરપિંડી

અમેરિકા આવીને તેણે લાકડાની એક નાની પેટી બનાવી, જેમાં કેટલાક નકલી બટન અને લીવર લગાવેલા હતા. તે લોકોને કહેતો કે આ જાદુઈ પેટી કોઈપણ ચલણી નોટની હૂબહૂ નકલ છાપી શકે છે. ટેક્સાસ (Texas) ના એક શેરિફે તેની વાતોમાં આવીને તે નકામું બોક્સ હજારો ડોલર (Thousands of Dollars) માં ખરીદી લીધું. આ જ સમયગાળામાં તેની ઓળખાણ અમેરિકાના સૌથી ખતરનાક માફિયા ડોન-Mafia Don અલ કપોન (Al Capone) સાથે થઈ. વિક્ટરે એક 'ડીલ'ના બહાને ડોન પાસે 50,000 ડોલર માંગ્યા. થોડા મહિના સુધી તે પૈસા તિજોરીમાં સુરક્ષિત રાખ્યા પછી, તે અલ કપોન પાસે ગયો અને પૂરા પૈસા પાછા આપતા કહ્યું કે ડીલ ફેલ થઈ ગઈ છે. અલ કપોન તેની આ 'ઈમાનદારી'થી એટલો ખુશ થયો કે તેણે સામેથી વિક્ટરને ૫,૦૦૦ ડોલર (5,000 Dollars) નું ઈનામ આપી દીધું.

પોલીસના સકંજામાં અને ફરાર

વર્ષ ૧૯૩૦ (1930) માં વિક્ટરે નકલી નોટો છાપવાનું એક મોટું સિન્ડિકેટ શરૂ કર્યું અને માત્ર ૫ વર્ષ (5 Years) માં અમેરિકન બજારમાં ૨.૩ મિલિયન ડોલર (2.3 Million Dollars) ની નકલી નોટો ઘુસાડી દીધી. આખરે ૧૦ મે, ૧૯૩૫ (10 May 1935) ના રોજ ન્યૂયોર્ક (New York) માં પોલીસે તેને પકડી પાડ્યો. તેની પાસેથી ૫૧,૦૦૦ 51,000 Dollars ની નકલી નોટો અને છાપકામની પ્લેટો મળી આવી. મજાની વાત એ છે કે કોર્ટમાં રજૂ થવાના બરાબર એક દિવસ પહેલાં, તે જેલના ત્રીજા માળેથી ચાદરોની દોરી બનાવીને નીચે ઉતરીને ફરાર થઈ ગયો. જોકે, ૧ મહિના પછી જ પોલીસે તેને પિટ્સબર્ગ (Pittsburgh) માંથી ફરી દબોચી લીધો. પકડાયા ત્યારે તેણે જરાય ડર્યા વિના બેબાકપણે કહ્યું, "લો છોકરાઓ, હું આવી ગયો."
અલ્કાત્રાઝમાં અંત
આ મહાઠગને ખુંખાર ગુનેગારો માટે પ્રખ્યાત 'અલ્કાત્રાઝ' જેલ (Alcatraz Prison) માં ૨૦ વર્ષ (20 Years) ની સજા ફટકારવામાં આવી. સજા સાંભળતી વખતે ત્યાં હાજર એક સિક્રેટ સર્વિસ એજન્ટે (Secret Service Agent) પણ સ્વીકાર્યું હતું કે વિક્ટર ઇતિહાસનો સૌથી ચતુર અને શાતિર ઠગ છે. આખરે 11 માર્ચ 1947  ના રોજ, 57 વર્ષની વયે જેલમાં જ ન્યુમોનિયા (Pneumonia) ના કારણે તેનું મૃત્યુ થયું.
Tags :
Advertisement

.

×