Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bihar Anganwadi માં બીમાર કર્મચારી હાથમાં બોટલ ચઢાવીને આવવા મજબૂર

Bihar Anganwadi નો વીડિયો સામે આવતા માનજતા લજવાઇ છે, આ વીડિયો જોઇ કેટલાક લોકો તેને માનવતાનું 'મૃત્યુ' કહી રહ્યા છે, તો કેટલાક શ્રમિકના કાયદાના ઉલ્લંઘન પર ગુસ્સે છે. લોકો કહે છે કે, વરિષ્ઠ અધિકારીઓ એર-કન્ડિશન્ડ રૂમમાં બેસીને આદેશ આપે છે, પરંતુ તેમને જમીન પર કામ કરતા લોકોની દુર્દશા દેખાતી નથી. આ વીડિયો ફરી નાના કર્મચારીની લાચારી છતી કરી રહ્યો છે
bihar anganwadi માં બીમાર કર્મચારી હાથમાં બોટલ ચઢાવીને આવવા મજબૂર
Advertisement
  • Bihar Anganwadi નો વીડિયો સામે આવતા માનજતા લજવાઇ
  • આંગણવાડીની મહિલા કર્મચારી હાથમાં બોટલ ચઢાવીને હાજર થઇ
  • ઉપરી અધિકારીએ આદેશ આપતા ગમે તેમ પહોંચવું જ પડ્યું
  • પતિના સથવારે આંગણવાડીએ પહોંચેલી મહિલાનો વીડિયો વાયરલ

Bihar Anganwadi : બિહારમાં વિચિત્ર વાર્તાઓ સામાન્ય છે, પરંતુ કટિહારમાં (Bihar - Katihar) બનેલી આ ઘટનાએ સંવેદનશીલતાની બધી હદો વટાવી દીધી છે. એક આંગણવાડી કાર્યકર બીમાર હતી, અને તબીબી રજા પર હતી. દરમિયાન, જ્યારે બાળ વિકાસ પ્રોજેક્ટ અધિકારી (CDPO) કેન્દ્ર પર પહોંચ્યા અને કર્મચારી ગેરહાજર હોવા અંગે તેમનું ધ્યાન ગયું હતું, ત્યાર બાદ તેમણે કથિત રીતે તેણીને તાત્કાલિક હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. ઉપરી અધિકારીના કડક આદેશથી નોકરી ગુમાવવાના ડરથી બીમાર કાર્યકરને હોસ્પિટલની પથારી છોડી દેવાની ફરજ પડી હતી. તેના પતિના ટેકાથી, તે ધ્રૂજતા પગ સાથે કેન્દ્ર પર પહોંચી, તેના હાથમાં ડ્રીપ ચાલુ હતા, અને તેના પતિએ હાથમાં બોટલ સાચવીને રાખ્યો હતો.

આ પણ વાંચો - Last Right : 700 ગાડી, ડઝન બેંડબાજા-DJ સાથે અર્થી ઉઠી, લોકો ચોંક્યા !

Advertisement

Bihar Anganwadi, મૃત્યુના કિસ્સામાં પણ 'પુરાવા' આપવા પડશે ?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, બીમાર આંગણવાડી કાર્યકરનો પતિ એક હાથે તેની પત્નીની સંભાળ રાખી રહ્યો છે, અને બીજા હાથમાં ડ્રિપ બોટલ પકડી રહ્યો છે. આ દ્રશ્ય કોઈપણ પથ્થર દિલના વ્યક્તિને રડાવી દેવા માટે પૂરતું છે. લોકો હવે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે, શું મૃત્યુના કિસ્સામાં પણ 'પુરાવા' આપવા પડશે ?

Advertisement

લોકોની દુર્દશા દેખાતી નથી

આ વીડિયો ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગયો છે. કેટલાક લોકો તેને માનવતાનું 'મૃત્યુ' કહી રહ્યા છે, તો કેટલાક શ્રમિકના કાયદાના ઉલ્લંઘન પર ગુસ્સે છે. લોકો કહે છે કે, વરિષ્ઠ અધિકારીઓ એર-કન્ડિશન્ડ રૂમમાં બેસીને આદેશ આપે છે, પરંતુ તેમને જમીન પર કામ કરતા લોકોની દુર્દશા દેખાતી નથી. આ વીડિયો ફરી નાના કર્મચારીની લાચારી છતી કરી રહ્યો છે, એક તરફ એસીમાં બેસતા મોટા અધિકારીઓ વર્ષમાં ગણતરીના દિવસો જમીન પર દેખાય છે, ત્યારે બીજી તરફ ગમે તેવી પરિસ્થિતીમાં નાના કર્મચારીએ પોતાની જાતને બાજુ પર મુકીને પણ ફરજ પૂરી કરવી પડે છે.

આ પણ વાંચો - Vada Pav Girl : આખરે Chandrika Dixit પતિ જોડે પરત ફરી, સેંથામાં સિંદૂર ભર્યું !

Tags :
Advertisement

.

×