Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

મીની ટેમ્પામાં લાવવો પડે તેવો મૂળો ઉગાડીને ખેડૂતે સૌને ચોંકાવ્યા

સામાન્ય રીતે આપણે ઘરમાં આવતા શાકભાજી, તેમનું કદ, સ્વાદ અને ઉપયોગથી વાકેફ હોઇએ છીએ. આપણી આપસાપ જોવા મળતા મૂળા સામાન્ય રીતે એક ફૂટની આસપાસની લંબાઇ ધરાવે છે. પરંતુ આ માન્યતાને બિહારના ખેડૂતે તોડી નાંખી છે. ખેડૂતે સાડા ત્રણ ફૂટ લાંબો અને 20 ઇંચ જાડા મૂળાની ખેતી કરી છે. મૂળાના આ વીડિયોએ ઇન્ટરનેટ પર સૌ કોઇને ચોંકાવ્યા છે.
મીની ટેમ્પામાં લાવવો પડે તેવો મૂળો ઉગાડીને ખેડૂતે સૌને ચોંકાવ્યા
Advertisement
  • મકરસંક્રાંતિ પર્વ પર બિહારમાં યોજાયો ખેડૂત મેળો
  • આ મેળામાં ખેડૂતનો મોટો મૂળો છવાઇ ગયો
  • ખેડૂતના કમાલનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ

Bihar Sasaram Big Mooli Video Viral : આજકાલ, લગભગ દરેક વ્યક્તિ જેની પાસે ફોન છે, અને લોકો કોઈને કોઈ પ્રકારેના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા એટલું સામાન્ય બની ગયું છે કે, જ્યારે કોઈ દાવો કરે કે, તેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી, ત્યારે સામેવાળા આશ્ચર્યચકિત થાય છે. જો તમે સોશિયલ મીડિયા પર નિયમિતપણે એક્ટિવ રહો છો, તો તમે જાણશો કે દરરોજ વિવિધ પ્રકારના વીડિયો-ફોટો પોસ્ટ કરવામાં આવે છે, અને તેમાંથી જે સૌથી વધુ ધ્યાન ખેંચે, તે ચોક્કસપણે વાયરલ થાય છે. આવો જ એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. આ મૂળો સાચવીને લાવવા માટે મીની ટેમ્પોની જરૂર પડે તેવું કેટલાક ઇન્ટરનેટ યુઝર્સનું માનવું છે.

જીવનમાં પહેલી વખત આ દ્રશ્યો જોશો

આપણે બધા મૂળાથી પરિચિત છીએ. ઘણા લોકો કદાચ શિયાળામાં મૂળાના પરાઠા ખાવાનું ખાસ પસંદ કરે છે. પરંતુ જો કોઈ તમને પૂછે કે, તમે કેટલા મોટા મૂળા જોયા છે, તો મોટાભાગના લોકો કહેશે કે તેમણે લગભગ એક ફૂટ લાંબો મૂળો જોયો છે, પરંતુ આજે તમે કદાય જીવનમાં પહેલી વખત 3.5 ફૂટ લાંબો મૂળો જોશો, આનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક માણસ લાંબા, જાડા મૂળા સાથે ઉભો જોવા મળે છે, જેનું વજન 12 કિલો હોવાનું કહેવાય છે. મૂળા 20 ઇંચ જાડા અને 3.5 ફૂટ લાંબો છે.

Advertisement

ખેડૂત મેળામાં કમાલ જોવા મળ્યો

તમે હમણાં જ જોયેલો વિડીયો ટ્વીટર X પ્લેટફોર્મ પર @ChapraZila નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં કેપ્શન લખવામાં આવ્યું હતું કે, "બિહારના સાસારામમાં મકરસંક્રાંતિના શુભ અવસર પર યોજાયેલા ખેડૂત મેળામાં 12 કિલો વજન, 20 ઇંચ જાડું અને 3.5 ફૂટ લાંબો મૂળો લાવવામાં આવ્યો હતો." આ વીડિયો ખુબ ટુંકા ગાળામાં વાયરલ થયો છે, અને અસંખ્યા લોકો સુધી પહોંચ્યો છે. અને વિવિધ એકાઉન્ટ્સ દ્વારા સોશિયલ મીડિયા પર ફરીથી પોસ્ટ કરવામાં આવી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો ---------  Panak Paneer ગરમ કરતા થયેલા વિવાદની કિંમત રૂ. 1.80 કરોડ ચૂકવવી પડી

Tags :
Advertisement

.

×