નાસાના એસ્ટ્રોનૉટ પર ચઢ્યો બિહુનો રંગ! સ્પેસ સ્ટેશનમાં ઝીરો ગ્રેવિટીમાં કર્યો અદભૂત ડાન્સ, જુઓ ચોંકાવનારો VIDEO
- અંતરિક્ષમાં આસામી સંસ્કૃતિનો ડંકો! જુઓ VIDEO
- ISS પર એસ્ટ્રોનૉટ માઈક ફિંકેએ કર્યો ‘Bihu’ ડાન્સ
- ગળામાં આસામી ગમછો ધારણ કરી ઝીરો ગ્રેવિટીમાં લગાવ્યા ઠુમકા
- નાસા (NASA) ના એસ્ટ્રોનૉટનું પત્ની સાથે છે અતૂટ આસામ કનેક્શન
- PM મોદીના વિઝનથી બિહુને મળી ‘વર્લ્ડ ક્લાસ’ ઓળખ
ભારતની ભાતીગળ સંસ્કૃતિ અને લોકનૃત્યો હવે પૃથ્વીના સીમાડા વટાવીને સીધા બ્રહ્માંડના ખોળે પહોંચ્યા છે. આસામનું ગૌરવ સમાન બિહુ (Bihu Dance) નૃત્યનો એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે, જેણે દરેક ભારતીયની છાતી ગજગજ ફૂલાવી દીધી છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) ની અંદર ઝીરો ગ્રેવિટીમાં એક અમેરિકન એસ્ટ્રોનૉટ આસામી સંસ્કૃતિના પ્રતીક એવા ‘ગમછા’ સાથે બિહુના સ્ટેપ્સ કરતો જોવા મળ્યો છે.
Bihu in an International Space Station 🌃🚀👨🚀
Kudos to astronaut Mike Fincke for this special gesture to Assam’s culture. It’s wonderful to see Bihu going global, especially after the special focus given by Adarniya Shri @narendramodi ji during #BihuBinandia. pic.twitter.com/yKcFwCMdDI
— Himanta Biswa Sarma (@himantabiswa) April 19, 2026
Bihu Dance Viral Video : માઈક ફિંકે અને આસામનું ‘ખાસ’ કનેક્શન
આ વીડિયોમાં ડાન્સ કરી રહેલા વ્યક્તિ કોઈ સામાન્ય કલાકાર નથી, પરંતુ નાસાના (NASA) પ્રખ્યાત એસ્ટ્રોનૉટ માઈક ફિંકે (Mike Fincke) છે. માઈકનું આસામ સાથે ખૂબ જ અંગત જોડાણ છે, કારણ કે તેમના પત્ની રેનિતા સૈકિયા આસામી મૂળના છે અને તેઓ પોતે પણ નાસામાં મહત્વનું પદ ધરાવે છે. આ વીડિયો આસામી નવા વર્ષ અને રૌગાલી બિહુની ઉજવણીના સમયે ફરીથી વાયરલ થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માઈક ફિંકે 1 ઓગસ્ટ 2025 ના રોજ SpaceX Crew-11 મિશન હેઠળ ચોથી વખત અંતરિક્ષમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે આ અદભૂત નૃત્ય પ્રસ્તુત કર્યું હતું.
વૈશ્વિક ઓળખ અને મુખ્યમંત્રીનો પ્રતિસાદ
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ (Himanta Biswa Sarma) આ વીડિયો શેર કરતા આ ક્ષણને ગર્વની ક્ષણ ગણાવી હતી. તેમણે આ સફળતાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) ‘બિહુ બિનાનિયા’ (Bihu Binandia) અભિયાનને આપ્યો હતો, જેણે 2023 માં 10,000 કલાકારોના એકસાથે નૃત્ય દ્વારા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે બિહુને મળેલી આ પ્રસિદ્ધિ સાબિત કરે છે કે ભારતીય પરંપરાઓ આજે વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
આ પણ વાંચો : Mercedes બની કબર! ચીનમાં વ્યક્તિના અંતિમ સંસ્કારમાં 1.5 કરોડની લક્ઝરી કાર દફનાવી


