20 મિનિટ સુધી વિચાર્યા બાદ અભિનેત્રીએ ટેકરી પરથી લગાવી છલાંગ
- આમીરખાન જોડે કામ કરી ચૂકેલી અભિનેત્રીનું સાહસ વાયરલ
- ઊંચી ટેકરી પરથી અભિનેત્રીએ લગાવી છલાંગ
- ડાઇવ કરતા પહેલા 20 મિનિટ સુધી મનોમંથન ચાલ્યું
Actress Fatima Sana Shaikh Dive Into Water : સ્વિમિંગ પુલ, રિસોર્ટ અથવા સ્પાનો આનંદ લેતી અભિનેત્રીઓના વીડિયો ઘણીવાર વાયરલ થતા હોય છે. પરંતુ હાલમાં એક અભિનેત્રીનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેણીની 20 મિનિટ સુધી ટેકરી પર ચઢી, અને પછી ઉપરથી છલાંગ લગાવીને પાણીમાં ડાઇવીંગ કરી રહી છે. ગોવામાં આ પરાક્રમ કરનાર ફાતિમા સના શેખને વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. તેણીએ પોતે આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જે હવે વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
કેપ્શનમાં અનુભવ સમજાવ્યો
ફાતિમા સના શેખે તાજેતરમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે ગોવાની યાત્રા કરી રહી હતી. ગોવા બીચ ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ, ટ્રેકિંગ અને અન્ય ઘણા અદભુત ધોધ માટે પ્રખ્યાત છે. ફાતિમા એક ઉંચી ટેકરી પર ચડીને ડાઇવિંગ કરી હતી. જો કે, તેને આ કરતા પહેલા 20 મિનિટ જેટલો વિચાર કરવો પડ્યો હતો. જે તેણીએ પોતાની પોસ્ટના કેપ્શનમાં સમજાવ્યું છે.
પેટમાં અલગ સંવેદના અનુભવાઇ
ફાતિમાએ પોસ્ટના કેપ્શનમાં સમજાવ્યું કે, "ટેકરી પર ચઢીને અને 20 મિનિટ સુધી હિંમત ભેગી કર્યા પછી, મેં છલાંગ લગાવી હતી. જ્યારે હું હવામાં હતી, ત્યારે ટોચથી નીચે સુધીનો સમય ખૂબ લાંબો લાગતો હતો. જ્યારે હું કૂદી ત્યાંથી લઇને પાણીમાં અંદર જતા સુધી મને મારા પેટમાં એક વિચિત્ર સંવેદનાનો અનુભવ થયો." પહેલો કૂદકો ખરેખર ડરામણો હતો. ઉભા થવાથી, અને કૂદવાનું નક્કી કરવાથી લઈને પાણીમાંથી ઉપર આવવા સુધી, હું ડરી ગઈ હતી. પરંતુ એકવાર મેં ટેકરી પર ડાઇવિંગ કર્યું, ત્યાર બાદ ડર નામનો શબ્દ અદૃશ્ય થઈ ગયો. તે પછી મેં વધુ ચાર વખત ક્લિફ ડાઇવ કરી હતી.
પાલતુ કુતરા જોડે પ્રવાસ પર નીકળી પડી
ફાતિમા સના શેખે ગોવામાં નવું વર્ષ વિતાવવાની દરેક ક્ષણનો આનંદ માણ્યો છે. તે નવા વર્ષમાં વધુ હિંમત સાથે જીવન અને પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે. ફાતિમા તેના પ્રિય પાલતુ કૂતરા સાથે ગોવા પ્રવાસ પર ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ફાતિમાના ફિલ્મી કરીયરની એક ઝલક
ફાતિમા સના શેખે આમિર ખાનની 2016 ની ફિલ્મ "દંગલ" થી ઓળખ મેળવી હતી. તેણીએ કુસ્તીબાજ ગીતા ફોગટની ભૂમિકા ભજવી હતી. આ પહેલા, ફાતિમા ફિલ્મ "ચાચી 420" માં બાળ કલાકાર તરીકે જોવા મળી હતી. જો કે, "દંગલ" એ ફાતિમાની લોકપ્રિયતાને નવી ઊંચાઈએ પહોંચાડી હતી. તે "લુડો," "થાર," અને "સેમ બહાદુર" સહિત અનેક બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળી હતી.
આ પણ વાંચો --------- Gulf Countries માં Dhurandhar ફિલ્મ પરનો પ્રતિબંધ દૂર કરવા માંગ, IMPPA નો PM મોદીને પત્ર


