Snake Island : બ્રાઝિલના દરિયાકાંઠાના વિસ્તારમાં એક એવો ટાપુ છે, જ્યાં સામાન્ય લોકોને જવાની મંજૂરી નથી. કદાચ એટલા માટે જ તેની ગણતરી પૃથ્વી પરના સૌથી ભયાનક સ્થળોમાં થાય છે. આ ટાપુને સ્નેક આઇલેન્ડ કહેવામાં આવે છે. અહીં ફક્ત સો કે બસો નહીં, પણ હજારો સાપ છે. સાપની આટલી મોટી સંખ્યાને કારણે, પ્રવાસીઓને પણ અહીં જવાની મંજૂરી નથી. ફક્ત વૈજ્ઞાનિકો અથવા બ્રાઝિલના સૈન્યના સભ્યો જ અહીં આવી શકે છે, અને તે પછી પણ તેમણે ખૂબ જ કડક નિયમોનું પાલન કરવું પડશે.
Snake Island, દર મીટરે એક સાપ
આ ટાપુ બ્રાઝિલની મુખ્ય ભૂમિથી 33 કિલોમીટર દૂર છે. છેલ્લા ઘણા વર્ષોથી, આ સ્થળ વિશે ઑનલાઇન અસંખ્ય કહાનીઓ ફેલાઈ છે. કેટલાક લોકો કહે છે કે, અહીં દર મીટરે એક સાપ છે. સોશિયલ મીડિયા પર અસંખ્ય વિડિઓઝ છે, જે આ ટાપુને વિશ્વનું સૌથી ખતરનાક સ્થળ તરીકે વર્ણવે છે, અને તેની પ્રતિષ્ઠા સતત વધી રહી છે.
Snake Island, દરિયાની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો
આ ટાપુ પર ગોલ્ડન લેન્સહેડ સાપ જોવા મળે છે. આ પ્રજાતિના સાપ દુનિયામાં બીજે ક્યાંય જોવા મળતા નથી. વૈજ્ઞાનિકો માને છે કે આ સાપ હજારો વર્ષ પહેલાથી અહીં ફસાયેલા છ્. આ માટે એક કુદરતી ઘટના જવાબદાર હોવાનું માનવામાં આવે છે. તે સમયે, દરિયાની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો, જેના કારણે ટાપુ બ્રાઝિલની મુખ્ય ભૂમિથી અલગ થઈ ગયો હતો. ત્યારથી, આ સાપ અહીં ફસાયેલા છે, ટાપુની કઠોર પરિસ્થિતિઓને અનુરૂપ બની રહ્યા છે.
મનુષ્યો પ્રત્યે આક્રમક નથી
માહિતી અનુસાર, આ પ્રજાતિના સાપમાં ઝેર હોતું નથી. જો કે, નિષ્ણાતો કહે છે કે, ઘણી ઓનલાઈન થિયરીએ તેમનાથી ખતરો સૂચવ્યો છે. આ સાપનો અભ્યાસ કરનારા સંશોધકો કહે છે કે, તેઓ કુદરતી રીતે મનુષ્યો પ્રત્યે આક્રમક નથી. જોકે, તેઓ પક્ષીઓનો શિકાર કરે છે. કેટલાક અહેવાલો દાવો કરે છે કે, આ ટાપુ પર 2000 થી 4000 સાપ છે. જોકે, વાસ્તવિક સંખ્યા આના કરતા ઓછી હશે. વૈજ્ઞાનિકોના મતે, આ સાપ સામાન્ય રીતે ખડકો, ઝાડ વગેરે પર છુપાઈ જાય છે. આ જ કારણ છે કે મુલાકાતીઓ તેમને સરળતાથી જોઈ શકતા નથી.
ટાપુના રહસ્યમાં બીજી એક કડી ઉમેરાઈ
2023 માં, જ્યારે યુટ્યુબર લોર્ડ મિલ્સ, બોડી આર્મર પહેરીને, શાંતિથી ત્યાં પહોંચ્યા, ત્યારે આ ટાપુ ફરીથી હેડલાઇન્સમાં આવ્યો હતો. નવાઈની વાત એ છે કે, પાછળથી તેણે દાવો કર્યો કે, તેણે તેની મુલાકાત દરમિયાન અહીં એક પણ સાપ જોયો નથી. આ રીતે આ ટાપુના રહસ્યમાં બીજી એક કડી ઉમેરાઈ હતી. નિષ્ણાતો કહે છે કે, આ ટાપુ પર મુસાફરી પર પ્રતિબંધ ફક્ત માનવ સુરક્ષા માટે જ નહીં પરંતુ દુર્લભ સાપને ગેરકાયદેસર દાણચોરીથી બચાવવા માટે પણ છે. તે જ સમયે, ઘણા વૈજ્ઞાનિકો માને છે કે સ્નેક આઇલેન્ડ કોઈ હોરર મૂવી જેવું નથી, પરંતુ બ્રાઝિલના દરિયાકાંઠે છુપાયેલ એક દુર્લભ કુદરતી પ્રયોગશાળા જેવું છે.
આ પણ વાંચો - Chinese Pet Chutou : 1.5 મિલિયન ફોલોવર્સ ધરાવતા શ્વાનને તસ્કરો ઉપાડી ગયા, પછી કર્યું એવું જાણી હૈયું કાંપી જશે!